તમારા સ્નેહીજનોને કહેતા રહો કે “એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ”

તમારા સ્નેહીજનોને કહેતા રહો કે “એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ”
Spread the love

આજે તા. ૧૦મી સપ્ટેમ્બરને “World suicide prevention day” એટલે કે “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “આત્મહત્યા” શબ્દ અત્યારે ચારેકોર ચર્ચાઇ રહ્યો છે અને આ શબ્દ સાંભળતા જ જાણે એક નિરાશાનું વાતાવરણ સર્જાઈ જાય છે. સમગ્ર વિશ્વમાં સતત વધતી જતી આત્મહત્યાઓ એક ચિંતાનો વિષય બની રહી છે અને ભારત પણ તેમાથી બાકાત નથી. વર્ષ ૨૦૦૩થી “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ”ની ઉજવણીનો પ્રારંભ થયો હતો જે પ્રમાણે જોઈએ તો આ વર્ષે આ ૧૮મો “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” છે અને ગૂગલબાબાના સહયોગથી એ જાણવા મળ્યું છે કે “વિશ્વમાં દર ૪૦ સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે જે ખરેખર ખુબજ ચિંતાજનક કહી શકાય.

તાજેતરમાં ભારતીય ફિલ્મ સિનેમા જગતને જાણે આત્મહત્યાનું ગ્રહણ લાગ્યું છે અને પોતાના જીવનની ભાગદોડ અને તણાવયુક્ત ઘટમાળથી કંટાળીને હળવા થવા ફિલ્મ નિહાળવા જતાં સામાન્ય નાગરિકોને “આત્મહત્યા એ કાયરતાભર્યું કાર્ય છે અને જીવન અણમોલ છે” તેવું સમજાવતા ફિલ્મી સ્ટાર્સ પોતાના ઝાકમઝોળ ભરેલા વૈભવી જીવન છતાં જ્યારે હકીકતમાં જિંદગીથી નાસીપાસ થઈને આત્મહત્યાનું શરણું લઈ લે ત્યારે સામાન્ય વ્યક્તિ ખુબજ અવઢવમાં મુકાઇ જાય છે. વળી, અત્યારે જીવનશૈલી ખુબજ સ્પર્ધાત્મક અને ખર્ચાળ બની જવા પામી છે, મોંઘવારીએ માઝા મૂકી રહી છે, બાળક જન્મે ત્યારથી તેના ડાઇપર હોય કે મોટો થઈને તેને ભણવા જવા સ્કૂલ યુનિફોર્મ હોય, શિક્ષણ હોય કે રોજબરોજની જીવનજરૂરી ચીઝ વસ્તુઓ હોય બધે ભાવો આસમાને જઈ રહ્યા છે, તેમાં વળી કોરોના મહામારીના કારણે નાગરિકોના ધંધા-રોજગાર-વ્યવસાય પર ઘેરી અસર પડી છે ત્યારે અનેક રીતરિવાજો સાથે સામાજીક જીવન જીવવા ટેવાયેલા આપણે વારંવાર માનસિક તણાવનો ભોગ બનીએ છીએ. આ સમયે જો કોઈ નાજુક ક્ષણે જો આત્મહત્યાનો વિચાર આવી જાય તો તે ઘાતક સાબિત થઈ શકે છે. આત્મહત્યાથી બચવા આપણે હમેશા ખુશ રહેવું અને દુ:ખ કે ચિંતાની ઘડી વીતી જશે તેવો આત્મા વિશ્વાસ કેળવવો ખૂબ જરૂરી છે. આપણે હમેશા એક બીજાના સહારા બનવું પડશે અને આપણું કોઈ સ્નેહીજન ક્યારેય આત્મહત્યા કરવા પ્રેરિત ના થાય તે માટે સતત સચેત રહીને આપણાં વ્યવહારથી તેને હુંફ, કાળજી અને પોતિકાપણાનો અહેસાસ કરાવતા રહેવું પડશે અને કહેતા રહેવું કે “એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ”

કાચી કલમનો કારીગર – રાજન ત્રિવેદી

Admin

Admin

9909969099
Right Click Disabled!