જામનગરમાં 90 દિવસ બાદ કોરોનાથી એકપણ મૃત્યુ નહીં

જામનગરમાં 90 દિવસ બાદ કોરોનાથી એકપણ મૃત્યુ નહીં
Spread the love
  • કહેર ઘટતા કોવિલ હોસ્પિટલના ૫ વોર્ડ બંધ કરાયા: સંક્રમણનો ગ્રાફ વધુ નીચે ઉતર્યો

જામનગરમાં ૯૦ દિવસ બાદ કોરોનાથી એકપણ મૃત્યુ ન થતાં તંત્રની સાથે લોકોએ હાશકારો અનુભવ્યો છે. જી.જી.હોસ્પિટલમાં પોરબંદર અને ખંભાળિયાના કોરોનાગ્રસ્ત દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં. જયારે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા જામનગરના દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. સંક્રમણનો ગ્રાફ વધુ નીચે ઉતરતા એક દિવસમાં શહેરમાં ૩૭ અને ગ્રામ્યમાં ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. મહામારીનો કહેર ઘટતા કોવિડ હોસ્પિટલના પાંચ વોર્ડ બંધ કરાયા છે. જામનગરમાં સતત પાંચમા દિવસે કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે.

જો કે, સૌથી નોંધનીય બાબત એ છે કે, ૯૦ દિવસ બાદ જામનગરના એકપણ દર્દીનું કોરોનાથી મૃત્યુ ન થયાનું નોંધાયું છે. ગુરૂવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીના મૃત્યુ નિપજયા હતાં. જેમાં પોરબંદર અને ખંભાળિયાના દર્દીનો સમાવેશ થાય છે.

જયારે મૃત્યુ પામેલા જામનગરના દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. બીજી બાજુ કોરોનાનું સંક્રમણ ઘટતા પોઝિટિવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શુક્રવારે શહેરમાં ૩૭ અને ગ્રામ્યમાં ૧૭ મળી કુલ ૫૪ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે શહેરમાં ૩૦ અને ગ્રામ્યમાં ૨૧ મળી કુલ ૫૧ દર્દીએ કોરોનાને મહાત આપતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. શુક્રવારની સ્થિતિએ જામનગરમાં ૧૭૮ અને જિલ્લામાં ૫૮ મળી કુલ ૨૩૬ એકટીવ કેસ રહ્યા હતાં.

બીજી બાજુ જામનગરમાં કોરોનાના કેસ ઘટતા જી.જી. હોસ્પિટલમાં કાર્યરત કોવિલ હોસ્પિટલના પાંચ વોર્ડ હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ વોર્ડની સુવિધા અકબંધ રાખવામાં આવી છે જેથી રોગચાળો ફરી માથું ઉંચકે તો વોર્ડને ઉપયોગમાં તુરંત લઈ શકાય. અત્રે નોંધનીય છેકે, તાજેતરમાં જી.જી. હોસ્પિટલમાં ૨૩૨ બેડની આધુનીક કોવિલ હોસ્પિટલનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યુ હતું.

૫ વોર્ડ બંધ કરવામાં આવતા તેના તબીબો અને મેડીકલ સ્ટાફને અન્ય વોર્ડમાં જવાબદારી સોંપાઇ

જામનગરમાં કોરોનાના કેસ ઘટતા જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ વોર્ડ પૈકી પાંચ વોર્ડને બંધ કરી દેવામાં આવ્યા છે અને આ પાંચ વોર્ડમાં કાર્યરત તબીબો અને અન્ય મેડીકલ કર્મચારીઓને અન્ય વોર્ડમાં સારવાર માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જી.જી.હોસ્પિટલમાં કાર્યરત બી પ્રકારના પાંચ વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ રોગચાળો ફરીને માથુ ઉંચકે તો તકેદારીના ભાગરૂપે હોસ્પિટલની અન્ય તમામ વ્યવસ્થાઓ યથાવત રાખવામાં આવી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Coronavirus-2.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!