જૂનાગઢ : 31મી ડિસેમ્બરને ધ્યાને રાખી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત

Spread the love
  • દારૂ પાર્ટી કરનારા તથા દારૂ પી ગાડી ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી ના આદેશો કરવામાં આવ્યા

તાજેતરમાં 31 મી ડીસમ્બર ના તહેવાર ને લઈને જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરી, તમામ થાણા અમલદારોને કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલુ જ છે અને તાજેતરમાં ૩૧મી ડિસેમ્બર નો તહેવાર આવતો હોય, લોકો ઉજવણીના નામે રોડ ઉપર, પાર્ટી પ્લોટમાં, ફાર્મ હાઉસ ખાતે એકઠા થઈને સંક્રમણ ફેલાવાની શક્યતા હોઈ, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સાંજના સમયે જૂનાગઢ શહેર તેમજ તાલુકાના જુદાજુદા પોઇન્ટની ઉપર વાહન ચેકિંગ હાથ ધરી, દારૂ પીને વાહન ચલાવતાં ઈસમ તેમજ આરોપીઓને પકડવા માટે ખાસ વાહન ચેકિંગ હાથ ધરવા માટે સૂચના કરવામાં આવેલ છે.

જિલ્લાના તમામ થાણા અમલદારોએ પોતાના વિસ્તારમાં પ્રોહીનીશન ની બદ્દી સાથે સંકળાયેલા દેશી તથા વિદેશી દારૂના બુટલેગરોને અવારનવાર ચેક કરી, તેઓ ઉપર કેસ કરવા માટે પણ ખાસ સુચના કરવામાં આવેલ છે. જે અન્વયે જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝન ડીવાયએસપી જે. બી. ગઢવી તથા માંગરોળ ડિવિઝન ડીવાયએસપી જે. ડી. પુરોહિત ના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી દેશી તથા વિદેશી દારૂના બુટલેગર ઉપર તમામ થાણા અમલદારો દ્વારા અવારનવાર રેઈડો કરી, દેશી તેમજ વિદેશી દારૂના કેસો શોધી કાઢવામાં આવેલ છે. ઉપરાંત, વાહન ચેકિંગ દરમિયાન ખાસ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, વાહન ચાલકોને ચેક કરવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.

જ્યારે જ્યારે જુદા જુદા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે ત્યારે બ્રેથ એનેલાઇઝર નો ઉપયોગ કરી, દારૂ પીને વાહન ચલાવતા ઈસમોને પકડવા માટે કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત, શહેર વિસ્તારમાં હોટલ તથા ધાબા ચેક કરી, કોઈપણ વ્યક્તિઓ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હશે, તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના મેંદરડા, સાસણ, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના બીજા વિસ્તારોમાં આવેલ ફાર્મ હાઉસ ઉપર પણ ખાસ વોચ તથા ચેકીંગ હાથ ધરવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે.

ઉપરાંત જિલ્લાની શરૂ થતી અને પુરી થતી હદ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ ખાસ ચેકપોસ્ટ ઉભી કરી, આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરી, નશાખોરને પકડી પાડવા પણ ખાસ આયોજન* કરવામાં આવેલ છે. હાલમાં ચાલી રહેલ કોવિડ 19 કોરોના વાયરસનાં સંક્રમણના કારણે લોકોને 31 મી ડિસેમ્બરના રોજ કોઈ સમૂહમાં એકત્રિત થઈ, કાયદાનો ભંગ નહિ કરવા તેમજ માસ્ક, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણદ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!