આયશા બેટા, જીવન સંઘર્ષ છે પણ તે જીતી જ શકાય છે…!!!?

આયશા બેટા, જીવન સંઘર્ષ છે પણ તે જીતી જ શકાય છે…!!!?
Spread the love

(આયશાને આગોશમાં સમાવનારી સાબરમતી પણ રડી હશે..! આયશાના એ શબ્દોની તલવારે સાબીત કર્યું કે લાગણીનો કોઈ ધર્મ નથી.બધા જ પિતાને લાગ્યું કે તેણે પોતાની દિકરી ખોઈ દિધી.ત્યારે પિતા આયશા ને શું લખે છે એ પણ ..)

ચિ.આયશા,

બેટા જીવન એ સંધષૅનો પયૉય છે. આ દ્રંદ્વ આખરી હોતું નથી. પરંતુ ઘનઘોર અંધારા પછી સૂર્યાદયના કિરણો જરૂર સૌને પ્રકાશમાન કરે છે. સમુદ્રના તોફાનો જોઈને માછીમારો દરિયો ખેડવાનું છોડતાં નથી. પરંતુ તેની સામે ઝઝૂમવાનો પ્રયત્ન કરે છે.જીવતરના આખરી મુકામ તરફ જતાં જરૂર કાંટા આવે પરંતુ આપણે એ કાંટાઓને જાતે ખેંચી લઇને બાજુમાં મૂકી દેવાનાં છે. જેથી તે ભવિષ્યમાં બીજાને પણ નડતરરૂપ ન બને. દરિયાઈ તોફાન સમય, કાળની સાથે વિલીન થઈ જાય છે. અને હોડી ફરી એજ સાગરપિતાની છાતી પર પોતાના જીવનને લહેરાવવાં લાગે છે.બેટા, એકવાર હું જાવેદ અખ્તર સાહેબનું ગીત ગણગણતો હતો.

“ज़िन्दगी की यही रीत है
हार के बाद ही जीत है
थोड़े आँसू हैं, थोड़ी हँसी
आज ग़म है, तो कल है ख़ुशी
ज़िन्दगी की यही रीत…”

ત્યારે તે કહેલું,” પપ્પા કેટલી સરસ વાત અખ્તર સાહેબે કહી છે, નહીં? “ભુલી ગઈ…!!!?”

દિકુ, તારા સાસરીયાની પસંદગીમાં જરૂર અમારી કોઈ ભૂલ થઈ હશે.પરંતુ તેને સુધારવાનો અવકાશ તો હતો જ..! વળી કોઈનાં મનોવ્યાપારોને પારખવાની આપણી શું ક્ષમતા ! બસ, અલ્લાહ જ તેને કાબિલ છે.દહેજ એ કોઈપણ બાપની લાચારી હોય છે અને તેનો ગેરલાભ લેનારને ઉપરવાળો માફ કરી શકતો નથી. જિંદગી ખુશહાલ અને લાંબી હતી, તારી એ માન્યતા સંપૂર્ણ કપોળ કલ્પના છે કે તેં ભરપુર જીવી લીધુ ! તું શા માટે આટલી વહેલી અહીંથી નીકળી ગઈ..!? અમે તને લાડ-પ્યાર, ગુલદસ્તાં જરૂર આપ્યાં. પરંતુ આગમાં કુદી પડવાની તાકાત અને ઝંઝાવાત સામે ટકી રહેવાની ક્ષમતા તને ન આપી શકાયાં તેનો વસવસો છે.બેટા,તને હું શાળાએ મૂકવાં આવતો ત્યારે રસ્તો ઓળંગી વખતે તું મને કહેતી,” પપ્પા હું તમારી આંગળી કદી નહીં મુકુ..! તેં આ શું કર્યું..? તેં અમને સૌને રડાવીને ખૂબ પીડા આપી..!

હું શાળાઓને ફરિયાદ કરીશ કે આપણાં વર્ગખંડોએ ગુણાંક માટે મથામણ નથી કરવી..! પરંતુ બાળકોને જીવનમાં સંઘર્ષ કરતાં અને સંઘર્ષથી પાર ઉતરતાં, બહાર નીકળતાં શીખવો..!? અંક ઓછાં હોય તો વાંધો નહિ આવે પરંતુ તે પોતાને રંક ન સમજે તે શીખવો .તેં કદી લાચાર બનીને ઊભો ન રહે હર હાલમાં ખુશ રહે, સમથૅ બને.તેને શીખવો આકાશ વિશાળ છે તારે પાંખો ન હોય તો પણ ઉડવાની ક્ષમતા કેળવવી પડશે.હાર પર હસતાં રહીએ અને જીતને જસ્ન નહીં પણ નવો જજ્બો બનાવીએ.તારી આંખોની ચમક અને નિર્દોષતા જોઈ યમદુતોએ પરત થવું જોઈએ.તે ફીરસ્તાઓ તને લેવાં નહીં કંઈક કહેવા આવ્યાં હોય પણ તેં તેનો હાથ પકડી લીધો..!!

સોનું,તારો એ વિડિયો આખા જગતની આંખો તરબતર કરી, નતમસ્તક કરી ગયો.તેં જતાં જતાં સમગ્ર સમાજની વ્યવસ્થાઓને ગાલે તમાચો મારીને બંડ પોકાર્યું છે.ખુશીનાં એ પગલાંઓ હવે ક્યાં શોધવાં? અલ્લાહ, તને જન્નત નશીન કરે.!

કાળજાનો કટકો હવે નથી.રે..ભગવાન અમારી સાથે આવો અનથૅ..! મુન્નવર રાણાની પંક્તિ થી વિરમું..

“ऐसा लगता है कि जैसे ख़त्म मेला हो गया
उड़ गईं आँगन से चिड़ियाँ घर अकेला हो गया”

આંસુનો દરિયો વલોવતો તારો
દુઃખી પિતા..

  • તખુભાઈ સાંડસુર

આયેશાનો છેલ્લો વિડીયો અને પોતાના માતા-પિતા સાથે કરેલ અંતિમ ફોન કોલની વાત

 

02 IMG_att80f.jpg

Admin

Takhubhai

9909969099
Right Click Disabled!