શું કોંગ્રેસ વિલુપ્તિ તરફ..!!!?

શું કોંગ્રેસ વિલુપ્તિ તરફ..!!!?
Spread the love

સન 1985 માં અંગ્રેજ એ.ઓ.હ્યુમે સ્થાપેલી અને પછીથી તેના પ્રમુખ તરીકે બીરાજેલ વ્યોમચંદ્ર બેનર્જીની પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શું બુજાઈ થઇ રહી છે..? એવો સવાલ હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ પડધાતો થયો છે. આટલો લાંબો ઈતિહાસ ધરાવનાર પક્ષ સંકોચાઈ રહ્યો છે તે હકીકત ને નજર અંદાજ કરી શકાય નહીં.
સન 1962માં ચીનની લડાઈના સમયગાળામાં જવાહરલાલ નેહરુનું અવસાન થયું અને એક કટોકટી નેતૃત્વની ઊભી થાય પછી એ નેતૃત્વ લાલ બહાદુર શાસ્ત્રીને આપવામાં આવ્યું અને ત્યારબાદ અને 1969માં કોંગ્રેસ પક્ષ બે ભાગમાં વહેંચાય કોંગ્રેસ-ઓ અને કોંગ્રેસ-આર પરંતુ પછીથી કોંગ્રેસ ઓ વિલાઈ ગઈ.

પછીથી ઇન્દિરા ગાંધી જેવું મજબૂત નેતૃત્વ તેમને પ્રાપ્ત થયું. અમે તે કોંગ્રેસ- આઇ તરીકે ઓળખાઈ. તેની સામે વિપક્ષો તે સમયગાળામાં વિરોધ કરવાનો મોકો શોધતાં હતા પરંતુ તેના પણ ફાંફા રહેતાં હતાં. આ ઘટનાક્રમ ઈન્દિરાજીના મૃત્યુ સમય સને 1984 સુધી ચાલતો રહ્યો. ઈન્દિરાજી ખુબજ મક્કમ મનોબળ ધરાવનાર, અડગ વિશ્વાસુ મેઘાવી પ્રતિભા તરીકે સમગ્ર ભારતે ઓળખ્યાં હતાં. એટલે તેમના નામનો સિક્કો લગભગ 20 વર્ષ સુધી ચાલતો રહ્યો. પછી ધીમે ધીમે રાજીવ ગાંધી અને સોનીયા ગાંધી અને પછી રાહુલ ગાંધીના સમયગાળામાં ક્રમબદ્ધ રીતે કોંગ્રેસ સતત સંકોચાતી રહી છે.રાહુલ ગાંધી કે પછી તેમના માતૃશ્રી કોંગ્રેસની પોતાની વોટ બેંક જાળવી શક્યાં નથી. અને નરેન્દ્ર મોદી જેવા ભાજપના વિરાટ વ્યક્તિત્વ સામે તેઓ સતત પાંગળા સાબિત થઈ રહ્યાં છે .

રાજસ્થાન, પંજાબ, છતીશગઢ સિવાયના કોઈ રાજ્યમાં તેની સરકાર નથી. એવા અનેક રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસ હવે વિપક્ષમાં પણ રહી નથી ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ સાબિત કર્યું કે આપ જેવી પાર્ટીઓ જો હવે ત્રીજા બળ તરીકે ઉપસ્થિત છે તો તે કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દેશે તે નિશ્ચિત છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ‘આપ’નો ઉદય એ કોંગ્રેસનો વિલય સાબિત થઇ રહ્યો છે. ગુજરાતમાં 31 જિલ્લા પંચાયતો માંથી તમામ ભાજપને,81 નગરપાલિકામાંથી 75 નગરપાલિકાઓ ભાજપને, 233 તાલુકા પંચાયતોમાંથી 198 તાલુકા પંચાયતો ભાજપના ખોળામાં,તમામ 6 મહાનગરપાલિકાઓ એક પણ કોઇ પાસે નહીં. એટલું જ નહીં તેમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. કદાચ ઈતિહાસમાં આવી નબળી હાલત ક્યારે ય જોવાનો વખત નથી આવ્યો.જો આ સ્થિતીમાં વિધાનસભાની ચુંટણી થાય તો તેને 155 બેઠકો મળે તેવો અંદેશો છે.એક કોંગ્રેસના મોટા નેતા પોતાના ગામમાં તાલુકા પંચાયત બેઠક લાવી શક્યા નથી..કરો વાત..!?

દરેક રાજ્યમાં સ્થાનિક કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ કોંગ્રેસ પાસે મજબૂત નેતૃત્વનો સંપૂર્ણ ખાલીપો ઉભો થયો છે. તે નજીકના ભવિષ્યમાં પૂર્તતા થઈ શકે તેમ લાગતું નથી.તાજેતરમાં જી 23 નામના એક ગ્રુપે જમ્મુમાં શાંતિ સંમેલન બોલાવીને સોનિયા સામે રીતસર બાંયો ચડાવી છે. ગુલાબીનબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિમ્બલ,રાજ બબ્બર જેવા નેતાઓ આ ટોળામાં સામેલ છે. જો તેમની વાત સ્વીકારવામાં નહીં આવે તો સંભવ છે કે એક વધુ બળવાનો ફટકો કોંગ્રેસને પડે.તુટતી જતી કોંગ્રેસ ફરી રાષ્ટ્રીય લેવલે પીટાઈ જાય !જોકે તે બધા નેતાઓ અમુક વિસ્તારો પુરતાં સીમિત પ્રભાવ ધરાવે છે. તેનો પ્રભાવ સમગ્ર દેશમાં પક્ષ પર પડે કે કેમ તે પણ એક સવાલ છે .પરંતુ કટોકટીના સમયે એક પણ વ્યક્તિને ગુમાવવો પોસાય તેવું નથી ત્યારે આ નવી ઇમર્જન્સી કોંગ્રેસને હચમચાવી રહી છે. આવતા દિવસોમાં આ રાજકીય માહોલ કેવી કરવટ બદલે છે. તેના પર સૌની નજર રહેશે.

તખુભાઈ સાંડસુર

IMG_20181216_090140.jpg

Admin

Takhubhai

9909969099
Right Click Disabled!