નોકરી : મથામણથી મોહભંગની દાસ્તાન

નોકરી : મથામણથી મોહભંગની દાસ્તાન
Spread the love

ગુજરાત સહિત તમામ રાજ્યમાં આવેલી શિક્ષણની લોકજાગૃતિ એ સૌ કોઈને ઢંઢોળ્યા છે.અને પરિણામે સ્નાતક, અનુસ્નાતક સુધીનો અભ્યાસ સામાન્ય થઈ ગયો છે. ઘણાં વાલીઓ પોતાના સંતાનોને આભે ટેકા દઈને શિક્ષિત કરે છે. તેમનો એક માત્ર ઉદ્દેશ એવો હોય છે કે જે પોતે મેળવી શક્યાં નથી.તે તેમના સંતાનો પ્રાપ્ત કરે.પોતાના અધૂરા સ્વપ્ન એ પોતાની પછીની પેઢીમાં જોવા માંગે છે. તેથી ખાનગી શિક્ષણના બેફામ ખર્ચાઓ વેઠીને પણ ઇજનેરી, તબીબી કે બીજા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પોતાના સંતાનોને મોકલીને સરકારી નોકરીની કાગડોળે રાહ જુએ છે. પરંતુ તે સ્વપ્નો હવે ધીમે ધીમે દિવાસ્વપ્નો બની રહ્યાં છે. કારણ કે સરકારી નોકરીઓની શક્યતાઓ એટલી હદ સુધી સંકોચાતી રહી છે કે તે માટેની અપેક્ષાઓ એવરેસ્ટ સર કરવા જેવી છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જે નીતિઓ અમલમાં છે તે મુજબ મોટાં ભાગની સેવાઓ હવે ખાનગીકરણ તરફ જઈ રહી છે. જેમ કે સરકારી સફાઇ કર્મીઓ, સરકારી કમ્પ્યુટર કર્મીઓ, વાહનચાલકો, સરકારી સેવાઓથી મળતી વિવિધ સવલતો હવે લગભગ આઉટસોર્સિંગથી ચાલી રહ્યું છે. બેંકો, રેલવે, વાહન વ્યવહાર,અર્ધસરકારી નિગમો, જીવન વીમા નિગમ વગેરે સંસ્થાઓ ખાનગીકરણ તરફ ઝડપથી ગતિ કરી રહી છે. એટલે કે આ બધી સેવાઓમાં હવે સરકારી નોકરી મળવાની શક્યતાઓ નહીવત્ છે. જે ભરતી થશે તે આઉટસોર્સિંગથી એટલે કે‌ ડેઇલી વેજીઝ પર સૌને કામ આપવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ, ગૃહ વગેરે વિભાગોમાં પણ મોટા પાયા પર રોજમદારો રાખીને કામ ગબડાવામાં આવી રહ્યું છે.

એક અંદાજ મુજબ ગુજરાતમાં 6-5 લાખ યુવાનો આવાં કોન્ટ્રાક્ટ માં કામ કરી રહ્યાં છે.સરકાર પાસે હવે મોટા પ્રમાણમાં સરકારી નોકરીઓ આપી શકે તેવું બજેટ પણ નથી. માત્ર ગુજરાત સરકારની વાત કરીએ તો 1-69 લાખ કરોડના બજેટમાંથી 32 હજાર કરોડ શિક્ષણ પાછળ ખર્ચ થાય છે.જે ખર્ચનો 90% ખર્ચ પગાર છે.વિવિધ વિભાગમા થતા ખર્ચમાંથી લગભગ 60% ખર્ચ જે તે વિભાગનો પગાર ખર્ચ હોય છે. બાકીનો ખર્ચ યોજનાકીય ખર્ચ હોય છે.એટલે કે વિવિધ યોજનાઓ માટે નાણાંની બચત રહેતી નથી. બઝેટસત્રમા વિધાનસભા જે માહિતી આપવામાં આવી તેમાં ગુજરાતમાં કુલ 4,12,985 બેરોજગાર નોંધાયેલા હતાં. જેમાથી માત્ર 1,777 ઉમેદવારો બે વરસમાં સરકારી નોકરી મેળવી શક્યાં હતાં. એટલે કે વર્ષમાં કુલ 2% લોકો સરકારી મેળવી શક્યાં છે. તેથી હવે આ સ્પર્ધામાં માત્ર 95% કે તેનાથી વધું ગુણાંક પ્રાપ્ત કરનાર સરકારી નોકરી મેળવવા સદભાગી થઈ શકે…!!?

સંરક્ષણ, ગૃહ, શિક્ષણ, સામાન્ય વહીવટ અને આરોગ્ય જેવી આવશ્યક સેવાઓમાં હજું શક્યતાઓ દેખાઈ રહી છે. આજે નાના કસબાઓ અને નગરોમાં પણ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તૈયારી કરવાની એક હોડ લાગી છે.વિવિધ ક્લાસના લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ માટે પોતાની મર્યાદા કરતાં પણ વધુ નાણાં ખર્ચવાની બાજી લગાવી રહ્યાં છે.કેટલાક છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રયત્ન કરવા છતાં સફળ થઇ શકતાં નથી. ત્યારે તેઓ એક હતાશાના વાતાવરણમાં ફસાઈ જાય છે.તે ફસ્ટ્રેશન ક્યારેક ડુબાડી પણ દે એવું બને..! ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે પાંચ વરસમાં 22 લાખ નોકરીઓ આપવામાં આવશે.પણ તે ખાનગી ક્ષેત્રની રોજગારીની વાત છે.

દરેક એવરેજ યુવાવર્ગે ખાનગી ક્ષેત્ર તરફ વળવું પડશે. પોતાની વ્યવસાયિક શક્તિ અને કૌશલ્યને ચકાસીને તે તરફ પોતાનો સ્વતંત્ર વ્યવસાય વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એવા વિદ્યાર્થીઓ, ઉમેદવારો કે જેની ક્ષમતા અત્યંત ઉચ્ચ ગુણાંક મેળવવાની નથી. તેમણે સરકારી નોકરીની રાહ જોયા વગર પોતાનો વ્યવસાય સુનિશ્ચિત કરી લેવો જોઈએ. કારણ કે આપણી ક્ષમતા કરતાં ઉચ્ચ લક્ષ્યાંકો આપણે પાર પાડી શકતા નથી. પરિણામે હતાશાનો ભોગ બનતાં હોઈએ છીએ. તેથી બહેતર છે કે નાનાં મોટો પોતાનો વ્યવસાય આપણે પસંદ કરીને જીવનને સુનિશ્ચિત કરી અને સ્થાયી બનીએ તો પણ મન હોય તો માળવે જવાય,પથ્થર માંથી પાણી કાઢી શકાય પણ તે માટે લક્ષ્યને જીવન બનાવીએ તો કંઇ અશક્ય નથી.

IMG_att80f.jpg

Admin

Takhubhai

9909969099
Right Click Disabled!