રાધે-રાધે પરીવાર ગ્રુપ દ્વારા કોરોનાકાળમાં 1,03,460 લોકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું

રાધે-રાધે પરીવાર ગ્રુપ દ્વારા કોરોનાકાળમાં 1,03,460 લોકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું
Spread the love

હાલમાં સમગ્ર વિશ્વભરમાં કોરોનાની મહામારી ની બીજી લહેર ચાલી રહી છે જેથી સમગ્ર જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આવા કપરા સમયમાં સરકાર પણ પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. અને સાથે સાથે સરકાર સાથે રહી રાષ્ટ્રસેવા માં અનેક સંસ્થાઓ પણ આગળ આવી અનેક રીતે સેવાઓ આપી રહી છે. જેમાં ની ગાંધીનગર માં કાર્યરત રાધે-રાધે પરીવાર ગ્રુપ ધ્વારા પ્રથમ લહેર માં સેવાકાર્ય ૨૨ મી માર્ચ ૨૦૨૦ થી શરુ કરી ટોટલ ૧,૦૩,૪૬૦ જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં સફળ રહ્યા હતા અને બીજી લહેમાં ૧૦ મી એપ્રીલ ૨૦૨૧ થી આજ દિન સુધી દરરોજ ૭૦૦ થી વધુ એમ અત્યાર સુધી ટોટલ આશરે ૪૮૦૦૦ થી વધુ ટિફિન ઘરે ઘરે પહોંચાડવા માં સફળતા મેળવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિ અને એમના પરિવારજનો, કોરોના વોરીયર્સ એવા પોલીસ જવાનો,ફાયર બ્રિગેડના જવાનો, મીડિયા કર્મીઓ 108 ના કર્મચારી, અન્ય એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ, મુક્તિધામ ના કર્મચારીઓ, રસીકરણ કેન્દ્ર માં કર્મચારીઓ,ગરીબ પરિવારજનો, નો સમાવેશ થાય છે.

બીજી લહેર દરમિયાન સેવાકાર્ય સાથે સાથે જે લોકો કોરાનાથી સંક્રમિત છે એમની સુખાકારી અને શુભફલ પ્રાપ્તિ માટે હવન, સત્યનારાયણ ભગવાનની કથા, હનુમાન ચાલીસા,અને ખોડલધામ કાગવડ ખાતે માં ખોડીયાર ને ધજા અર્પણ કરી પ્રાથના અર્ચના કરી કે ત્રીજી લહેર ના આવે અને સૌ નિરોગી રહે. સેવાકાર્ય માં દાતાશ્રીઓ અને સેવાકાર્ય માં આવતા મિત્રો ,બજરંગદળ ગાંધીનગર અને ગાંધીનગર લાયન્સ ક્લબ ઓફ ફેમિના નો અમૂલ્ય ફાળો રહેલો છે . તમામ નો રાધે રાધે પરીવાર હર્દય પૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે .રાધે-રાધે પરીવાર ગ્રુપ ધ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજ ને ઉપયોગી થાય તેવી સેવાકીય પ્રવુતીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે આ કોરોનાના કહેર માં લોકડાઉને અમારા ગાંધીનગર ને ધીમું પાડી દીધું છે. પણ અમારી સેવાની ભાવના ધીમી નથી પડી. અમારા ગ્રૂપ ના તમામ મિત્રો નુ કહેવું છે કે “શું બધું સરકાર જ કરશે.. માનવતા ના નાતે આપણી કોઈ જવાબદારી જ નહિ… અમે સૌ હર હંમેશ સમાજ સાથે ઉભા રહી માનવ કલ્યાણ ના કામ કરતા રહીશુ. અને ખાસ કે આગામી દિવસોમાં પણ રાધે રાધે પરીવાર દ્વારા આ સેવાકીય પ્રવૃતિ જરૂિયાતમંદ વ્યક્તિઓ માટે ચાલુ જ રહેશે.

આભાર…રાધે રાધે

Right Click Disabled!