ગાંધીનગર સેક્ટર ૨૧ શોપિંગ સેન્ટર ગાંધીનગર ખાતે સ્થાનિક પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા રજૂઆત

ગાંધીનગર સેક્ટર ૨૧ શોપિંગ સેન્ટર ગાંધીનગર ખાતે સ્થાનિક પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા રજૂઆત
Spread the love
ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી ની દોર સંભાળવા બદલ અભિનંદન તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા માં પ્રણાલીગત કામગીરીની આશા સાથે ઉપરોક્ત વિષય તેમજ સંદર્ભિત રજુઆત અનુસંધાને આપશ્રીનું ધ્યાન દોરતાં જણાવવાનું કે, સેક્ટર ૨૧ ગાંધીનગર ખાતે આવેલા મેઇન ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરના બજારમાં સ્થાનિક વેપારીઓ દ્વારા પડતી મુશ્કેલીઓ બાબતે અવારનવાર સ્થાનિક કચેરીઓમાં રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ સદર મુશ્કેલીઓનું નિરાકરણ ન આવતા જનતા બજાર માલિક એસોસિએશન દ્વારા તારીખ ૧૮.૦૬.૨૦૨૧ ના રોજ આમ આદમી પાર્ટીને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે સંપર્ક સાધવામાં આવેલ હતો. જે અંતર્ગત અમો દ્વારા રૂબરૂ મુલાકાત લઇ તેઓની રજુઆત ને સાંભળવા માં આવી હતી જે અનુક્રમે નીચે મુજબની છે.
  1. સદર ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરમાં ૭૦૦ થી વધુ વેપારી વર્ગ ધંધો રોજગાર કરી રહ્યો હોય ત્યારે તેમજ હજારો ની સંખ્યામાં રોજ ખરીદાર વ્યક્તિઓની પણ અવર જવર થતી હોય છે. આ બજારમાં આવેલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય બગાડ નિકાલ ની મરામતની કામગીરી ના અભાવે છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં રાખવામાં આવેલ છે, જે બાબતે યોગ્ય કાર્યવાહી તેમજ કામગીરી હાથ ધરાઈ અને સત્વરે ચાલુ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જેથી રોજના હજારો મુલાકાતીઓ તેમજ સ્થાનિકોને પડતી મુશ્કેલી દૂર થાય.
  2. સદર ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરમાં કરોડોના ખર્ચે વરસાદી પાણી તેમજ ખરાબ પાણીના નિકાલ માટે વ્યવસ્થા ની કામગીરી કરવામાં આવેલ પરંતુ આ જગ્યાએ pre-monsoon કામગીરીના અભાવે પાણીનો ભરાવો થવાના કારણે વેપારીઓને ધંધો કરવામાં તેમજ ખરીદી કરવા આવતા પ્રજા-જનોને પણ કઈ જગ્યાએથી પસાર થવું તેમાં મુશ્કેલી રહે છે તેમજ તેની સાથે-સાથે પાણીના ભરાવા થવાના કારણે પાણીજન્ય રોગોનો રોગચાળો ફાટી નિકળે તેઓ પણ ભય સતાવતો રહેવાના કારણે આ રીતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જરૂરી કામગીરી હાથ ધરાય તે જરૂરી છે.
  3. કોરોના જેવી વૈશ્વિક મહામારી પરિસ્થિતિમાં ફક્ત સેક્ટર ૨૧ ના વેપારી નહિ પરંતુ સમગ્ર ગાંધીનગરના વેપારીઓને lockdown સમયે તેમજ કોરોના ની બીજી લહેર દરમ્યાન જે અસર સર્જાઈ, તેમજ લોકોએ પોતાનો પરિવાર તેમજ સ્વજનો ગુમાવ્યા છે તેવી પરિસ્થિતિમાં વેપારી વર્ગને મળતી આવક ના નામે શૂન્યની સામે આર્થિક ભારણ નો બોજો વધી ગયો હોવાથી ગાંધીનગરના તમામ વેપારી વર્ગને કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા ભાડા તેમજ ટેકસમાં રાહત મળી રહે તો તેઓની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં એક મહત્વનું પગલું ગણી શકાય જે માટે આપશ્રીને વિનમ્ર રજૂઆત કરવામાં આવે છે.
વેપારી વર્ગની ઉપરોક્ત રજૂઆત ને અમો દ્વારા ફક્ત વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેથી આપશ્રીને નમ્ર વિનંતી કે સદર પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થઇ શકાય તે માટે તેમજ આવનાર પરિસ્થિતિ ને સાથે મળી સુધારી શકાય તે માટે ની રજૂઆત નું સત્વરે સદર ઉપસ્થિત પ્રશ્નોનો નિરાકરણ આવે તે માટે આપશ્રીને વિનંતી કરવામાં આવે છે.
Right Click Disabled!