જૂનાગઢમાં પ્રથમ વખત બની એવી ઘટના કે લોકો પણ ગર્વ મહેસુસ કરી રહ્યાં છે…!

જૂનાગઢમાં પ્રથમ વખત બની એવી ઘટના કે લોકો પણ ગર્વ મહેસુસ કરી રહ્યાં છે…!
Spread the love
  • જૂનાગઢમાં સજ્જન વ્યક્તિનું બ્રેઇન્ડેડ થતા કરવામાં આવ્યું લીવર અને કિડનીના અંગોનું દાન
  • કેશોદથી અમદાવાદ ખાતે 108 એર એમ્બ્યુલન્સ મારફતે ઓર્ગન લઈ જવામાં આવ્યું
  • ગ્રીન કોરિડોરમાં પહેલો અને મહત્વનો રોલ હોય છે એમ્બ્યુલન્સના ડ્રાઈવરનો
  • જૂનાગઢમાં પ્રથમ વખત કરવામાં આવ્યું ઓર્ગેન ડોનેશન
  • આવો જાણીએ ગ્રીન કોરિડોર શું હોય છે

જાયડ્સ કેડીલા હોસ્પિટલ અમદાવાદના અનુભવી ડ્રાઇવર રાજુભાઇના જણાવ્યા પ્રમાણે આ તેમનું 12મુ ગ્રીન કોરિડોર હતું જ્યારે સૌથી લાબુ કોરિડોર વાપીથી અમદાવાદનું હતું જે 400 કિલોમીટર નું અંતર હતું આ અંતર તેમણે 5 કલાક અને 10 મિનિટ માં કાપ્યું હતું. રાજુભાઇ એ જણાવ્યું હતું કે આ કોરિડોરમાં પોલીસની પણ ખુબજ મહત્વની ભૂમિકા હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શરીરના અંગો જેવા કે કિડની લીવર હૃદય વગેરે એક શરીરમાંથી નીકળ્યા બાદ બીજા શરીરમાં ઓછામાં ઓછું 4 કલાકમાં ટ્રાન્સફર થઈ જવું જોઈએ એટલા માટે સમયનું ખુબજ મહત્વ હોય છે જો સમય સર ઓર્ગેન ન પહોંચે તો તે કોઈજ કામનું હોતું નથી ત્યારે આ એક ખુબ જ ચુનોતી ભર્યો સમય હોય છે અને ઓર્ગનને સમય સર પહોંચાડવા માટેની જે તમામ વ્યવસ્થા છે તે ગ્રીન કોરિડોર છે.

ગ્રીન કોરિડોરમાં પોલીસની કેવી રહી ભૂમિકા
જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક કે જેઓ પ્રજાના કામ માટે હંમેશા તત્પર રહે છે તેમના દ્વારા 10 અધિકારી અને 70 જેટલા પોલીસ કર્મીઓ રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા હતા અને ઓછામાં ઓછા સમયમાં ઓર્ગનને કેશોદ એરપોર્ટ પહોચાડવા માટે પોલીસને ટ્રાફિક અને નિયમન કરવા માટે કડક માં કડક સુચનાઓ આપવામાં આવી હતી. જ્યારે આ ગ્રીન કોરિડોરમાં ક્યાંય પણ જરાસરખી પણ ચૂક ન થાય તે માટે પોલીસ દ્વારા પણ ખૂબ જ તકેદારીઓ રાખવામાં આવી હતી.

આ ગ્રીન કોરિડોર માં જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ શર્મા અને સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરેશાણા પણ આ કોરિડોર માટે તત્પર રહયા હતા અને સતત ડોકટરશ્રીના ટચમાં રહયા હતા કેમ કે જૂનાગઢ માં પ્રથમ વખત જ ગ્રીન કોરિડોર થઈ રહયું છે ત્યારે તેમાં કોઈ પણ જરૂરિયાત ઉભી થાય તો તેને તાત્કાલિક પહોંચી વળવામાં આવે. ખાસ કરીને જોવા જઈએ તો અગાઉ સુરત થી અમદાવાદ ગ્રીન કોરિડોર યોજવામાં આવ્યું હતું તેમજ હૈદરાબાદમાં પણ યોજાયું હતું. જ્યારે જૂનાગઢમાં પ્રથમ વખત આ પ્રકારનું કોરિડોર થયું છે.

ગ્રીન કોરિડોર માં કોણ હતા ડોકટર કે જેમને ઓર્ગનને ટ્રાન્સફર કર્યા
જૂનાગઢના જમાઈ અને કેશોદના રહેવાસી ડો. અંકુર વાગડીયા કે જેઓ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે અને ઝાયડસ કેડીલા હોસ્પિટલ અમદાવાદમાં પોતે સેવા આપી રહયા છે. તેઓએ જૂનાગઢ થી લીવર લઈ અમદાવાદમાં જેતે દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યું. સવારનાં 6 વાગે અમદાવાદથી નીકળી મોડી સાંજનાં 8 વાગ્યા સુધી સતત ટેન્શનમાં રહીને પણ સફળ આરોપણ અને પ્રત્યારોપણ કર્યું હતું. કોઈપણ વ્યક્તિના અંગોનું દાન કરવું એ ખૂબ અઘરો વિષય હોય છે અને એમાં પણ એના પરિવારની સંમતિ હોય ત્યારે આ અંગ કોઈ ને કોઈ વ્યક્તિને દાન આપી શકાય છે અને આવા અમૂલ્ય દાનથી લોકોને નવી જિંદગી મળતી હોય છે.

આવો જણાવીએ કોણ છે આ અંગોનું દાન કરનાર પરિવાર
મગનભાઈ વાલજીભાઈ ગજેરા જેમની ઉમર વર્ષ 66 વર્ષ છે અને તેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામના વતની છે. મગનભાઈ ગજેરાના પુત્ર સંજયભાઈ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પપ્પા એક અઠવાડિયાથી ખુબ જ બીમાર પડી ગયા હતા અને તેઓ ચક્કર આવવાના કારણે પડી ગયા હતા અને તેઓના પડી જવાથી તેને બ્રેઇન થયું ગયું હતું જેથી તેમને સુભાષ હોસ્પિટલ જૂનાગઢમાં આકાશ પટોડીયા સાહેબને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક અઠવાડિયું ટ્રીટમેન્ટ કરવામાં આવી તેમ છતાં પણ કોઈ જ સુધારો મળ્યો ન હતો જ્યારે ડોકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે કોઈ ચાન્સ નથી એટલે મૃત જાહેર કરી શકાય માટે આમના અંગો નું જો દાન કરવામાં આવે તો અન્ય લોકોની જિંદગી બચી શકે છે જેથી મારા ફેમેલી સાથે ચર્ચા કરવામાં આવી અને બધાની સહમતી મળી….

અમે અમારા પાપાની જિંદગી બચાવી ન શક્યા પરંતુ અન્ય લોકો ની જિંદગી અમારાથી બચી શક્તિ હોય તો આ માનવતાનું કાર્ય કરવા અમે રાજી છીએ મારા પરિવારમાં હું એક ભાઈ અને બે બહોને અને મારા મમ્મી છે. વધુ જણાવતા સંજય ભાઈ ગજેરા દ્વારા જણાવાયું હતું કેસ આ અન્ય ડોકટર માટે શક્ય નથી પરંતુ પાટોડીયા સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ હોસ્પિટલના સ્ટાફે પણ ગાઈડ કર્યા અને આ કાર્યને શક્ય બનાવ્યું જ્યારે સુભાસ હોસ્પિટલના ડોકટર કિંજલબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એક ચેલેન્જ છે અમારી હોસ્પિટલ માટે પણ કેમ કે આ શરીરના અંગ છે એ ખુબ જ મહત્વની વસ્તુ છે તેમજ આ કાર્યમાં જૂનાગઢના એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા ખુબ જ સુંદર સેવાઓ પણ ખુબ જ વીસેસ રૂપે જોવા મળી હતી.

ગીરીશભાઈ કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ખેડૂત કે જે જીવ્યા ત્યાં સુધી તો બધાને કામ આવ્યા પરંતુ મૃત્યુ બાદ પણ અન્ય ને કામ આવવું એ બહુ મહત્વનું છે લોકો પેઢીઓ સુધી યાદ કર સે તેમજ પરિવાર માટે આ સમય કપરો હોય છે તેમ છતાં પણ પરિવાર આ બાબતે સંમત થયો છે. ઈશ્વર આ પરિવાર પર ક્યારેય કોઈ આફત કે મુશ્કેલી આવવા ન દે પરંતુ જો કોઈ પણ લોકો પર મુશ્કેલી આવે અને આવું બને તો બીજાને ઉપયોગી જરૂર થવું જોઈએ વધુ માં જણાવતા ગીરીશભાઈ કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પરિવારને આજે પગે લાગવાનું મન થાય છે કેમ કે તેમના દ્વારા માનવતાનું ખુબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે હું ગજેરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

આપણને ભાગ્યે જ આવા કિસ્સો જોવા મળે છે કે લોકો પોતાના કે પોતાના સ્નેહીઓના અંગોનું દાન કરીને અન્ય લોકો ની જિંદગી બચાવતા હોય છે ત્યારે આજે જૂનાગઢ માં પણ આ કિસ્સો લોકો ને પ્રેરણા આપી રહીયો છે એક વ્યક્તિ કે જે મૃત્યુ પામ્યો હોય ત્યારે આપણા હિન્દૂ રીતિ રિવાજો મુજબ તેમને અગ્નિ દાહ આપવામાં આવે છે. જ્યારે આ અગ્નિ દાહ માં શરીર બળી અને પંચ મહાભૂત માં વિલીન થઈ જાય છે પરંતુ જો સમય સર એવા વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય લોકો કે જેમને જરૂર છે તેમને નવું જીવન મળતું હોય છે ત્યારે આવા માનવતાના કાર્યમાં અન્ય લોકોએ પણ સહભાગી થવુ જોઈએ.

હાલ તો રવની ગામના સંજયભાઈ ગજેરા અને તેમના પરિવાર દ્વારા મહામૂલ્ય કાર્ય બદલ સમગ્ર રાજ્ય માં તેમની ભારે સર્ચા સાથે લોકો તેમના આ કાર્ય બદલ અભિનંદન આપી રહયા છે જ્યારે પરિવારને એક તરફ પરિવારના મોભી ગુમાવ્યાનું દુઃખ છે તો બીજી તરફ તેમના પપ્પાના અંગોના દાનથી ત્રણ વ્યક્તિઓને નવું જીવન મળવાની ખુશી પણ છે.

રિપોર્ટ : પરેશકુમાર વાઢીયા (જુનાગાઢ)

Admin

Admin

9909969099
Right Click Disabled!