પાકિસ્તાનમાં હિંદૂ છોકરીઓ સાથે દુષ્કર્મ-બળજબરી મુદ્દે કેનેડામાં વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં હિંદૂ છોકરીઓ સાથે દુષ્કર્મ-બળજબરી મુદ્દે કેનેડામાં વિરોધ પ્રદર્શન

ઓટ્ટાવા,
પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો મુદ્દો કેનેડામાં જાર પકડી રહ્યો છે. ગત સપ્તાહે અહીં મિસિસાગા શહેરમાં પાકિસ્તાનમાં રહેતા હિંદુઓએ પ્રદર્શન કર્યું. તેમણે માંગ કરી કે ઇમરાન ખાનની સરકાર દેશમાં અલ્પસંખ્યક છોકરીઓનું બળજબરીપૂર્વક થતું ધર્મ પરિવર્તન અટકાવે. સાથે એ અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે જે ધર્મો ઉપયોગ નિર્દોષ છોકરીઓના અપહરણ માટે કરે છે. પ્રદર્શનકારિયોનું કહેવું છે કે સિંધમાં રહેનારા હિંદુ પરેશાન છે. ત્યાં દબાણપૂર્વક ધર્માંતરણના મામલા સામે આવી રહ્યા છે. પ્રદર્શનકારિયોએ ‘સગીર હિંદુ છોકરીઓના બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર રોક લગાવે પાકિસ્તાન’, ‘પાકિસ્તાન અલપસંખ્યખોનું ઉત્પીડન બંધ કરો’, ‘પાકિસ્તાન હિંદુ બાળકીઓના અપહરણ પર રોક લગાવે’, જેવા સ્લોગન લખેલાં પોસ્ટર દેખાડ્યાં. તેઓ ‘અમને ન્યાય જાઇએ’ ના નારા પણ લગાવી રહ્યાં હતા. આ પહેલા કેનેડામાં એપ્રિલમાં હિંદુ બાળકીઓના અપહરણને લઇને પ્રદર્શન થયાં હતા. આ વર્ષે હોળીના દિવસે પાકિસ્તાનના સિંધ પ્રાતમાં બે બાળકીઓનુ અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાદમાં જ્યારે તે મળી તો તેમનું ધર્મ પરિવર્તન થઇ ચૂક્્યું હતું. ભારતે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયને એક ઓફિશ્યલ નોટ લખીને આ ઘટના પર ચિંતા જતાવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!