કલેકટરના અધ્યક્ષપદે ભરૂચ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

કલેકટરના અધ્યક્ષપદે ભરૂચ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
Spread the love

ભરૂચ
ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ ભરૂચ જિલ્લાવાસીઓના પ્રજાકીય પ્રશ્નોની કરાતી રજૂઆતો ઉપરાંત જિલ્લાના લોક પ્રતિનિધિઓ તરફથી કરાતી લોકપ્રશ્નોની રજૂઆતોનો હકારાત્મક અભિગમ થકી કાયમી – ઝડપી અને સરળ ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકભિમૂખ વહિવટની પ્રતીતિ થાય તે દિશામાં ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવા જણાવ્યું છે. કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પઢિયાર, ધારાસભ્યો સર્વશ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, સંજયભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, જિલ્લા પોલસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલેકટરશ્રીએ જણાવ્યું કે, પદાધિકારીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. તેમણે પદાધિકારીઓ ધ્વારા એક વખત સંકલનમાં રજૂ થયેલો પ્રશ્ન ફરીથી રજૂ ન થાય તેની ખાસ ગંભીરતા રાખવાની સુચના આપી સંકલનની બેઠકમાં જે તે વિભાગના અધિકારીએ પ્રતિનિધિને ન મોકલતાં પોતે જ હાજર રહેવા જણાવ્યું હતું.

બેઠકમાં પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી તથા તેના હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો. વરસાદને કારણે ભરૂચ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની મરામતની કામગીરી હાથ ધરવા તેમણે નગરપાલિકા સહિત માર્ગ – મકાન વિભાગના(રાજ્ય અને પંચાયત) અધિકારીઓને સુચના આપી હતી.
સંકલન બેઠક બાદ જિલ્લાના અમલીકરણ અધિકારીઓની બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લાના વિવિધ કચેરીઓ ધ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો સી.એમ. ડેસબોર્ડ પર અધ્યતન કરવા જણાવ્યું હતું. સરકારી વિભાગોના પડતર તુમાર નિકાલ, પડતર અવેઇટ કેસો, ગ્રામ સભાના પડતર કેસોના નિકાલ માટે સત્વરરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સહિત નિવૃત સરકારી કર્મચારીઓના પેન્શપન કેસ, ખાનગી અહેવાલ, ગ્રેજ્યુ‍ઇટી વગેરેની સમયસર ચૂકવણી, માહિતી એક્ટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા ઉપરાંત સરકારી બાકી લેણાંની વસુલાત અંગે સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયને વડાપ્રધાનશ્રીના સીંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા ૨ જી ઓકટોબરના રોજથી જિલ્લાના ગામડાઓમાં યોજાનાર ગ્રામસભામાં સીંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ગામ માટે અસરકારક કામગીરી થાય તે અંગે ગ્રામજનોને સમજૂત કરવા જણાવાયું હતું. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!