વડાલીના કેશરપુરા પાટીયા પાસેથી ર૫૨૦૦નો દારૂ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

વડાલીના કેશરપુરા પાટીયા પાસેથી ર૫૨૦૦નો દારૂ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
Spread the love
  • વડાલીના કેશરપુરા પાટીયા પાસેથી ર૫૨૦૦ નો દારૂ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
  • વડાલી પો.સ્ટે ના કેશરપુરા પાટીયા રોડ ઉપરથી મારૂતી ઝેન ગાડી  કિ.રૂ. ૧,૦૦,૦૦૦ માં ભારતીય બનાવટનો ઇગ્લીંસ દારૂ/બિયર નંગ- ૨૦૦ કિ.રૂ.૨૫૨૦૦ નો મળી કુલ કિ.રૂ. ૧,૨૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર  કેસ કરતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે   જીલ્લા પોલીસ  વડા સાહેબ શ્રી ચેતન્ય રવિન્દ્ર મંડલીક સાબરકાંઠા એ એલ.સી.બી ટીમને આપેલ સુચના આધારે શ્રી. વી.આર.ચાવડા, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી. જે.પી.રાવ તથા. હેકો જુલીયટભાઇ, પોકો અનિરૂધ્ધસિંહ, પો.કો. સનતકુમાર તથા  તથા પો.કો. વિજયકુમાર તથા પોકો પ્રકાશભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો વડાલી પો સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી.પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, “  એક સફેદ કલરની ZEN ગાડી નંબર GJ-5-AG-0591 માં ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી ઇડર રોડ ઉપર આવનાર છે’’ જે બાતમી આધારે કેશરપુરા ગામ ખાતે રોડ ઉપર બાતમીવાળા વાહનની વોચમાં રહી નાકાબંધી કરી આવતા જતા વાહનો ઉપર વોચમાં હતા દરમ્યાન એક સફેદ કલરની ZEN ગાડી નંબર GJ-5-AG-0591 વાળી આવતા તે ગાડી રોકવા નાકાબંધી કરી બેટરીનું અજવાળુ કરી તથા હાથથી ઇશારો કરી ગાડી રોકવા પ્રયાસ કરતા વાહન ચાલકે વાહન દુર ઉભુ રાખી ગાડીનો દરવાજો ખોલી અંધારાનો લાભ લઇ જાડી ઝાંખરાઓમાં ભાગી ગયેલ અને ગાડીમાં ચાલક ઇસમની બાજુમાં બેસેલ ઇસમને પકડી લીધેલ અને તે ગાડીમાં તપાસ કરી જોતા ગાડીમાં ભારતીય બનાવટની ઇગ્લીંસ દારૂની બોટલ/બીયર ટીન નંગ-૨૦૦ કિ.રૂ.૨૫,૨૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ ભરેલ હોઇ ZEN ગાડી નંબર GJ-5-AG-0591 ની કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૨૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તે આરોપી (૧) અકતરશા લાલશા ફકીર રહે.દેથલી, સિપાઇ વાસ (ઇન્દીરાનગર) તા.સિધ્ધપુર જી.પાટણ (૨) ભરતકુમાર અમરતભાઇ રાવળ રહે.દેથલી, તા.સિધ્ધપુર જી.પાટણ વિરૂધ્ધ વડાલી પો.સ્ટે. ૫૨૯૫/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરી વધુ તપાસ સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વી.આર.ચાવડા કરી રહ્યા છે.

 

રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા

Admin

Admin

9909969099
Right Click Disabled!