મહેસાણા જિલ્લામાં અત્ર-તત્ર-સર્વત્ર અસ્ખલિત ઈંગ્લીશ દારૂનો વેપલો….!

મહેસાણા જિલ્લામાં અત્ર-તત્ર-સર્વત્ર અસ્ખલિત ઈંગ્લીશ દારૂનો વેપલો….!
Spread the love
મહેસાણા જિલ્લાના સાંથલમાંથી ૨,૬૮,૮૦૦નો ઇંગ્લીશ દારૂ પકડતી પોલીસ

મહેસાણામાં પોલીસે દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની ગતિવિધિમાં 80 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો છે. ચોક્કસ બાતમીને આધારે સાંથલ પોલીસે સીમના ખરાબાની જગ્યામાં રેડ કરતા 2,68,800નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. સૌથી મહત્વની વાત છે કે, દારૂની હેરાફેરીમાં આરોપીઓને 63 લાખની કિંમતના પાણીના આર.ઓ મશીન પણ ખોવાનો વારો આવ્યો છે. જેના પગલે પંથકના બુટલેગર આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ઉત્તર ગુજરાતમાં દારૂની હેરાફેરી ડામવા પોલીસ એક્શન મોડમાં આવી છે. મહેસાણા જીલ્લાની સાંથલ પોલીસને બાતમી મળી હતી કે, ભટારીયા ગામની સીમના ખરાબામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ આવ્યો છે. જેથી પોલીસે સમય અને સ્થળ મૂજબ રેડ કરતા પાણી શુધ્ધ કરવાના આર.ઓ. મશીનની આડમાં લઇ જવાતો રૂ.2,68,800નો દારૂ ઝડપી લીધો હતો.

આરોપીઓ 395 નંગ આર.ઓ મશીનની અંદર દારૂની 1044 બોટલ સંતાડીને લઇ જતા હતા. સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાંથલ પોલીસે 15,00,000ની કન્ટેનર ગાડી સહિત રૂ.80,84,850નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દારૂની કિંમત કરતાં પાણીના આર.ઓ. મશીનની કિંમત વધુ હોવાથી આરોપીઓને ગેરકાયદેસર હેરાફેરી કાયદાકીય રીતે અને આર્થિક રીતે મોંઘી સાબિત થઇ છે.

ઉલ્લેખનિય છે કે, બે દિવસમાં મહેસાણા પોલીસે દારૂ બાબતે સરેરાશ ‌એક કરોડનો મુદ્દામાલ ઝડપી સપાટો પાડી દીધો છે. આરોપીઓ પાણીના મશીનની ડીલીવરી કરતા દરમ્યાન બે નંબરની આવક માટે દારૂ ભેગો લઇ જતાં હતા. આવી પરિસ્થિતિમાં જે વેપારીઓને પાણીનું આર.ઓ મશીન ડીલીવરીના ઓર્ડરથી મંગાવ્યુ હશે તેઓને મુસિબત આવી છે. આર.ઓ. મશીન વેચનાર અને ખરીદનાર પાર્ટી બુટલેગર સંબંધિત આરોપીઓને કારણે આર્થિક નુકશાનીમાં આવી છે. આથી બંને વેપારીઓ આર.ઓ. મશીન છોડાવવા મુશ્કેલીમાં મુકાયા છે.

Right Click Disabled!