ગુજરાતમાં દારૂની મેગા ડ્રાઈવ માટે છારાનગર જ કેમ ટાર્ગેટ? અન્ય અડ્ડાઓ પર કેમ મેગા ડ્રાઈવ નહિ?

ગુજરાતમાં દારૂની મેગા ડ્રાઈવ માટે છારાનગર જ કેમ ટાર્ગેટ? અન્ય અડ્ડાઓ પર કેમ મેગા ડ્રાઈવ નહિ?
Spread the love

(જી.એન.એસ. રવિંદ્ર ભદોરિય),
ગુજરાતમાં હાલ દારૂ ઉપર દંગલ છેડાયું છે. ગુજરાતમાં દારૂ મળે છે તેની માહિતી રાજસ્થાનમાં બેઠેલા રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાત વાસીઓને આપી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને જાણ થઈ કે ગુજરાતમાં દારૂ વેચાય છે. તે પશ્ચાત ગુજરાતના મુખ્યમંત્રીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને માફી માંગવાનો કીધું હતું. ગુજરાતમાં પોતે દારૂ ઉપર ગુજરાતના ડ્ઢય્ઁ શિવાનંદ ઝાએ પણ જાહેરનામું બહાર પાડતા તેમાં માત્ર દારૂ પર અંકુશ લગાવાનો એક ઉલ્લેખ કર્યો છે. નહી કે દારૂ બંધ કરાવવા ઉપર..!

ગુજરાતમાં જ્યારે જ્યારે દારૂ ઉપર સંગ્રામ છેડાય તો સૌ પ્રથમ અમદાવાદનો છારાનગર ધ્યાને આવે છે. અને વારંવાર ગુજરાત પોલીસ પાટિયા પાસે આવેલ છારાનગરમાં દારૂની મેગા ડ્રાઈવ કરવા પહોંચી જાય છે. જ્યારે અશોક યાદવ સાહેબે સેક્ટર-૨ ઓફીસમાં આવી કાર્યભાર સંભાળ્યો ત્યારે પણ તેમને છારાનગરમાં મેગા ડ્રાઈવ કરી માત્ર ગેસ સિલિન્ડર, ચુલ્હા, અને ઘરવખરીનું સામાન કબ્જે કરેલ પરંતુ જેના માટે મેગા ડ્રાઈવ હતી એ દારૂ તો દૂર દૂર સુધી હાથ ન લાગી. મેગા ડ્રાઈવ કરવા માટે માત્ર પોલિસ છારાનગર એક જ કેમ દેખાય છે..? અમદાવાદમાં ઘણી જગ્યા દારૂનો વેપાર ચાલે છે તો પછી કેમ છારાનગર જ ધ્યાને આવે છેપ? અમદાવાદના અલગ અલગ વિસ્તાર જેમ કે ગોમતીપુર, હીરાવાડી, રખિયાલ, મેઘાણીનગર આવી ઘણી બીજી જગ્યા દારૂની રેલમછેલ જાવા મળે છે તો પોલીસ માત્ર છારાનગરમા રેડ કરી શુ સાબિત કરવા માગે છે.?

ગાંધીના ગુજરાતમાં દારૂપ! આ વાક્્ય રચના હવે જૂની થઈ હવે આ વાક્્ય રચના લાગુ પડે છે કે બેસ્ટ વડાપ્રધાન મોદીના ગુજરાતમાં દારૂપ! કારણ કે ગુજરાતમા જા દારૂ ઉપર લગામ નહિ લાગે તો કેટલાય લોકોનું જીવન નષ્ટ થઈ જશે.અત્યારે મંદીનો માહોલ છે તે પછી જા દારૂ બંધ થાય તો પરિસ્થિતિ કેવી હશે તે કલ્પનાથી બહાર છે. દારૂ ઉપર દંગલ પર રાજકીય રોટલા શેકાઈ ગયા પરંતુ આ દારૂથી હજારો મહિલા વિધવા થઈ, હજારો દીકરીઓ,દીકરા અનાથ થયા. પરંતુ હજુ દારૂબંધી ઉપર કેમ નથી વિચારતા..? રાજસ્થાનમાં દારૂ ઉપર છૂટ છે છતાં ત્યાં કોઈ દિવસ લઠ્ઠા કાંડ જેવી પરિસ્થિતિ નથી ઉત્પન્ન થતી કારણપ?

છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અલ્પેશ ઠાકોર પણ વ્યશન મુક્તિ અભિયાન લઈને લઈને નીકળ્યો પણ રાજનીતિનો પાણી લાગ્યો તો વ્યસન મુક્તિ અભિયાન બંધ કરી દીધો. દારૂ મુક્તિ માટે (વ્યસન મુક્તિ અભિયાન)એક વિશાળ સભા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડથી શરૂ કરી. ત્યારે હવે ભાજપનું દામન થામી હવે ગુજરાતમાં દારૂ નથી વેચાતી તેવા બયાન અલ્પેશ ઠાકોર આપી રહ્યા છે. હવે દારૂ જાવી હોય તો સરકારે મિસ્ટર ઈન્ડિયા બની દારૂની શોધ કરવી પડશે સરકારે?

Admin

Admin

9909969099
Right Click Disabled!