રૂપાણી સામેના પેંતરા પરિણામ સુધી પહોંચી શકશે ?”

રૂપાણી સામેના પેંતરા પરિણામ સુધી પહોંચી શકશે ?”
Spread the love

વિજય રૂપાણી લો પ્રોફાઇલ પર્સનાલિટી છે. તેને સપનું નહીં આવ્યું હોય કે તે ગુજરાતની ગાદી પર આસાનીથી આરૂઢ થશે.” સીમ સીમ ખૂલ જા “નો જાદુઈ પટારો ૭મી ઓગસ્ટ 2016ના રોજ ખુલ્યો ત્યારે ઘણાં ના ભવાં ખેંચાઈ ગયાં હતાં. “જીભના લબરકા લે “તેટલી બહાર નીકળી ગઈ હતી.પણ કરે શું પાર્ટી લાઈન..!!!અદબ વળાવી દે છે. ભાજપ પહેલા મોદી અને પછી અમિત શાહની ઈર્દગીર્દ એક વર્તુળ છે તેમાંથી બહાર ફંગોળાઇ જવાનું કોઈને સરવાળો કરાવે તેવું નથી. માટે કેટલાયનું શુળ કોઠે જંપીને બેઠું છે ,છતાં પણ તે તકની રાહ જુએ છે. માટે સમયાંતરે માધ્યમો અને સમૂહ માધ્યમોને ટેકણલાકડી કરીને ગુબ્બારો ચડાવવામાં આવે છે .રૂપાણી જાય છે… જાય છે ..પણ તે હોય તો સ્થિર જ..!!

2014ની પેટાચૂંટણીથી તેઓએ કેબીનેટમાં એન્ટ્રી લીધી.આનંદીબેને ભારે હ્રદયે સચીવાલયના પગથીયા ઉતરી જવું પડયું. હવે કોનો ..હવે વારો ..કોનું નામ આવે છે ? નો નારો ગુંજ્તો રહ્યો.લુજામાંથી દાણીયાએ રૂપાણીને તારવી લીધા. અને સોળમા ગુજરાતનો નાથનો મુગટ માથે તેમણે ધારણ કર્યો.આઠ-દસ મહિના માં જ કુંવરજીને ભાજપ ખેસ પહેરાવી ફરી જસદણના ચોકમાં મૂકવામાં આવ્યાં. ત્યારે ફરી હવા ફેલાવવામાં આવી જો તે હારશે તો રૂપાણી નું માથું વેતરાશે.બાવળિયાએ બળ કરીને બાહુબળે બેઠક જીતી લીધી. પાણી સમયતળ વહેવા લાગ્યાં. હવે આવ્યો 2017ના ડિસેમ્બરમાં ચુંટણી ઉત્સવ.ફરી ચૂંટણી પહેલાં એકવાર ચણભણ શરૂ થઈ. કોના નેતૃત્વમાં હવે ચૂંટણી લડાશે ?પણ છેવટે રૂપાણી જ રહ્યાં અને બહુમતી પણ લઈને આવ્યા. એકવાર પુનઃ ગણગણાટ થયો .હવે મોડી મંડળ વિજયને વરમાળા પહેરાવશે કે કોઈ વિકલ્પ આપશે.!  ત્યાં પણ ફરી ફુલ સ્ટોપ મૂકવામાં આવ્યું. રૂપાણીની ગાડી એક્સપ્રેસ વે પર ફાસ્ટ દોડવા લાગી. લાળ ટપકવાની રાહ જોનારાઓએ હજુ પ્રતીક્ષા કરવાનું ટાણું આવ્યું.

અલ્પેશ ઠાકોર , ઝાલાનો ભાજપનો ગાળીયો ઘણાને અપચો કરાવી ગયો.તે નિમિત્તે પેટાચૂંટણીના ઉત્સવમાં ફરી વિરોધીઓને મોં પર લાલાશ લાવવા તક આવી. ભાજપ અને મોદીની લોકપ્રિયતા હવે સર્વોપરિતામાં કન્વર્ટ થઈ ગઈ હોય તો મજાલ છે કે કોઈ તેની ક્યાંય એક બે બેઠકો આઘી પાછી કરી શકે ?તે પણ ગુજરાતમાં ..! પરંતુ ચ ભાજપમાં ત્રણ બેઠકો નું બાકોરું  પડ્યું. ઘરના જ ઘાતકી નીકળતાં છ માંથી ત્રણ ઓછી થઈ .જે આવી તે પણ લોથપોથ થઇને કાંઠે પહોંચતાં તરવૈયાની જેમ મહામહેનતે બચાવી શકાઈ, એવું તારણ નીકળ્યું. ફરી એ ચહેરાઓની ચટપટી વધી વિવેચન અને ચર્ચા ચોરે રૂપાણીને “કવર “કર્યા. એક રીતે તેનો વિકલ્પ દૂર સુધી દેખાતો ન લાગ્યો . જ્યારે જ્યારે મોદી કે શાહ ગુજરાતમાં એરપોર્ટ પર પગ મૂકે કે તરત  “રુપાણી જાય છે.. જાય છે ..ના બૂમ-બરાડા સંભળાવા લાગે.

રૂપાણીની મર્યાદાઓ હશે. તેની શાર્પનેસમા માઈનસ દેખાતું હોય.તેના મીસયુઝને મીસમેનેજમેન્ટ ગણવામાં આવતો હોય. પરીક્ષાઓના ગોટાળા અને ભોપાળાં, ખેડૂતોના ભાવતાલ -ઘાસચારો ,પાણી અને કાયદો-વ્યવસ્થાના લબડતતડ બેહાલ,શિક્ષણની ગુણવત્તાની ગરીબી કે અસમર્થતા આ બધું હોવાં છતાં તેઓ નેતૃત્વ આપવામાં સક્ષમ સાબિત થયાં કહેવાય .કોઈ એવા મોટા ઈસ્યુને બળ મળ્યું નથી. જેથી સરકાર ડિસ્ટર્બ થઈ શકે બધાં આંદોલનો તેના સુબાઓએ સફળ રીતે મેનેજ કરીને કરંડિયામાં પુરી દિધા. બીજું હવે તેનો વિકલ્પ શોધવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે..? હજુ તાજેતરમાં કોઈ ચૂંટણીઓ આવવાની શક્યતાઓ પણ નથી .તેથી નેતૃત્વના બદલાવ લાવીને એક નવી બળવાની હવા શા માટે પેદા કરાય ?

જિલ્લા -તાલુકા પંચાયતની ચૂંટણીઓ આગામી 2020 ના ઓક્ટોબરમાં યોજાવાની છે સરકાર તેને સમયસર યોજીને લિટમસ ટેસ્ટ કરશે. તે લગભગ સમગ્ર ગુજરાતમાં એક જનમત તરીકે જોવામાં આવશે .પરંતુ ત્યાં સુધી કોઈ આઘું પાછું થવાની સંભાવના ઓછી.તાજેતરના સંજોગો એવા કોઈ રાજકીય સમીકરણો દેખાતા નથી કે મોવડી મંડળ નેતૃત્વ પરિવર્તનની ફોર્મ્યુલા અમલમાં મૂકે. રૂપાણી નો વિકલ્પ ખોળવો પણ કઠિન છે. જે નામો સામે આવે છે તે મોવડીમંડળની “પોલિટિકલ કેમેસ્ટ્રી”માં સ્યુટ થતાં નથી. એક પાસુ બરાબર હોય તો બીજું બગડે.. માટે રૂપાણીને હાલ ઉજાગરો કરવા જેવું નથી. તોપણ રાજનીતિમાં જો ને તો નો ફાંસલો ખૂબ બારીક હોય છે, તે પણ એટલુ જ ટકોરાબંધ સાચું છે.

  • તખુભાઈ સાંડસુર
Admin

Admin

9909969099
Right Click Disabled!