મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા મનો દિવ્યાંગ બાળકોની કોરોનામાં લાજવાબ સમજણ

Spread the love
  • સોશિયલ ડિસ્ટન્સની તાલીમ બાદ મનો દિવ્યાંગ બાળકો રાખે છે સલામત અંતર
  • મનો દિવ્યાંગ બાળકો મોતી પરોવવા, બોલપાસ, સંગીત, ખુરશીના સથવારે હંફાવે છે કોરોના વાયરસને

મંગલમૂર્તિ વિકલાંગ સંસ્થામાં ૧૦૯ બાળકો પૈકી હાલ ૭ બાળકો છે. જે ઘરે જય શકે તેમ નથી તેઓ અહિં મનગમતી પ્રવૃતિમાં તન્મય બની આરામથી કોરોનાને હંફાવી રહ્યા છે. આ દિવ્યાંગ બાળકો મોતી પરોવવા, બોલપાસ ,સંગીત ખુરશીના સથવારે આનંદ થી સમય પસાર કરી રહ્યા છે. સંસ્થામાં બાળકોને ઉકાળીને હુંફાળુ બનાવેલુ પાણી આપવામાં આવે છે, સવારે આર્યુવેદીક ઉકાળો તેમજ સવાર સાંજનાં લીમડાની ધુમાડી કરવામાં આવે છે. સાદું ભોજન આપવા સાથે જમવાના ટેબલ વચ્ચે પણ નિયત અંતર રાખવામાં આવ્યું છે. બાળકોના મનને શાંત રાખવા આખો દિવસ સંગીત વગાડવામાં આવે છે. આ બધાની વચ્ચે એક સુપરવાઝર અને કેરટ્રેકર ચોવીસ કલાક મનો દિવ્યાગ બાળકો સંગાથે રહે છે.

દિવ્યાંગ બાળકોને કોરોનાના વાયરસથી બચાવવા સંસ્થા દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. સૌ પ્રથમ બાળકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોય તેમને તાલીમબદ્ધ કરાયા. તેમની મનગમતી પ્રવૃતિ કરાવવાની હોય જમાડવાના હોય દરેક તબક્કે સોશ્યલ ડિસ્ટવ્સ રાખવામાં આવે છે, તેમ સુપરવાઇઝર કીશોરભાઈ સાંકળીયાએ જણાવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સની તાલીમ બાદ વાડલા ફાટક પાસે મંગલમૂર્તિ સંસ્થામાં રહેતા પિન્ટુભાઈ, ભીખુભાઈ, પૂજનભાઈ, હાર્દિકભાઈ, અનુજભાઈ, રાકેશભાઈ અને દીપકભાઈને સતત સૂચના આપવાની જરૂર નથી પડતી જ્યારે આપણે સૌ સમજુ સાજા-સારા માણસો કરિયાણાની દુકાને, શાકભાજીના થળે કે સસ્તા અનાજની દુકાને સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં બેદરકારી રાખીએ છીએ. લાપરવાહ રહીએ છીએ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!