ટેલી રિપોર્ટ્સ હવે વેબ બ્રાઉઝર પર ઉપલબ્ધ

ટેલી રિપોર્ટ્સ હવે વેબ બ્રાઉઝર પર ઉપલબ્ધ
Spread the love
  • વેપારીઓ હવે કોઈપણ ડિવાઇસ પર અને ગમે ત્યાંથી ટેલી રિપોર્ટ્સને એક્સેસ કરી શકે છે

ભારતના અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રદાતા, ટેલી સોલ્યુશન્સ ટેલી એક્સપિરિયન્સને વેબ બ્રાઉઝર પર લઈને આવ્યા છે. આ રિલીઝના લોન્ચ સાથે, ટેલીનો ઉદેશ્ય બિઝનેસને સહયોગ કરવાનો છે  જેથી વ્યાપારી ક્યાંય પણ હોય.. કોઈ પણ ડિવાઇસ ઉપયોગ કરી રહ્યા હોય. તેઓ તેમના બિઝનેસ  ડેટાનો ઉપયોગ સહેલાઇથી કરી શકે.. ફક્ત આ જ નહીં, તે સુરક્ષિત અને ખાનગી રીતે શક્ય બનશે અને તેમનો ડેટા ગ્રાહકના મશીન પર પણ રહેશે.

લોન્ચિંગ દરમિયાન, ટેલી સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેજસ ગોયેન્કાએ કહ્યું, “અમારી આ રિલીઝના લાંબા સમયથી રાહ જોવાતી હતી. વધારેથી વધારે વ્યાપારીના ઓફિસની બહાર રહેવા સાથે, તેમનો ડેટા જોવા અને અને કોઈપણ સમયે, ક્યાંય પણ નિર્ણય લેવાની જરૂરિયાત પુરી થવાથી બિઝનેસ  કરવામાં સરળતાના કિસ્સામાં મોટો બદલાવ આવશે. અમે આ વાતને લઈને સ્પષ્ટ હતા કે અમારા નાના બિઝનેસ ગ્રાહકો તેમના બિઝનેસ ડેટા પર પોતાનું નિયંત્રણ જાળવી રાખે અને ઓફિસમાંથી બહાર નીકળવાના સંભવિત જોખમો વિશે ચિંતા ના કરવી પડે.

જ્યાં ગ્રાહકો તેના સંરક્ષણને લઈને અમારા પર વિશ્વાસ રાખવા તૈયાર છે, ત્યાં અમને લાગે છે કે આવી રીતનો વિશ્વાસ મેળવવો અને માંગણી બંને અનુચિત હશે. ઉપરાંત, કોઈપણ ઉપકરણ પર ગમે ત્યાં તેમનો ડેટા જોવાની જરૂરિયાત સમાન રૂપથી અને કદાચ વધુ મહત્વપૂર્ણ છે. અમારા ઇજનેરોએ એવા બ્રેકથ્રુનું નિર્માણ કર્યું છે જે અમારા ગ્રાહકો માટે બંને તરફથી ફાયદાકારક સાબિત થાય છે. એક સરળ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને, વેપારીઓ તેમના બિઝનેસ ડેટાને એક્સેસ કરી શકે છે અને સાથે ડેટા તેમના નિયંત્રણમાં રહેશે. અમારા ગ્રાહકો માટે  ઇન્ટરનેટનો લાભ પહોંચાડતા વધુ શક્તિશાળી સોલ્યુશન્સ લાવવાની દિશામાં આ અમારું પ્રથમ મુખ્ય પ્રોડક્ટ રિલીઝ છે.

આ રિલીઝ બિઝનેસ રિપોર્ટ અને ઈન્વોઈસ જેવી કારોબારી જાણકારી સાથે ઉદ્યમીઓને સશક્ત બનાવે છે. આ તેના માટે વેબ બ્રાઉઝર્સ પર તેને ઉપલબ્ધ બનાવે છે અને તેના સુધી પહોંચ પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ પ્રકારનાં કમ્પ્યુટર અથવા ઉપકરણો અથવા ટેલી ઇન્સ્ટોલ કરવાની અવલંબનને દૂર કરે છે. 4 લાખથી વધુ કારોબારી માલિકો પહેલાથી વેબ બ્રાઉઝર્સ પર ટેલી રિપોર્ટ્સનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેનો લાભ લઈ રહ્યા છે.

વેબ બ્રાઉઝર્સ પર પણ નવા રિલીઝના વપરાશકર્તાઓ ટેલીની સાદગી અને ડ્રિલ ડાઉન ક્ષમતાનો પણ અનુભવ કરી શકે છે, જે છેલ્લા ઘણા વર્ષોથી તેની પહેચાન બની ગયા છે. તેનાથી ના માત્ર તેમને બેલેન્સ શીટ, પ્રોફિટ અને લોસ, સ્ટોક સમરી, બિલ પેયબલ્સ અને રીસીવએબલ્સ, મૂવમેન્ટ એનાલિસિસ, કોસ્ટ સેન્ટર્સ વગેરે જેવા ઉચ્ચ સ્તરના રિપોર્ટ મળશે પરંતુ તેમને કસ્ટમાઇઝ્ડ રિપોર્ટ્સ જોવામાં રાહત પણ મળશે. આ રિપોર્ટ વાસ્તવિક વ્યવહાર પર પણ લઈ શકાય છે અને ટ્રાંઝેક્શન સહિતના દરેક રિપોર્ટને બ્રાઉઝરમાં એમએસ એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી સંબંધિત વ્યક્તિઓને મોકલી શકાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!