જૂનાગઢ : કોરોના સંક્રમણને લક્ષમાં લઇ પ્રિ મોન્સુન કામગીરીનું આયોજન થશે

Spread the love
  • જૂનાગઢ જિલ્લામાં પ્રિ મોન્સુન કામગીરીની જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

જૂનાગઢ : આગામી ચોમાસા દરમ્યાન સંભવિત ઉભી થનાર પુર-વાવાઝોડા કે અતિવૃષ્ટીની સ્થિતીને પહોંચી વળવા જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવશે.આ વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ પ્રિ-મોન્સુન કામગિરીનું આયોજન કરવા જિલ્લા કલકેટર ડો. સૈારભ પારધીએ સુચનાઓ આપી હતી. જૂનાગઢ કલેકટર કચેરી ખાતે લાયઝન અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાનાં ટોચનાં અધિકારીઓની બેઠકમાં જિલ્લા કલકેટર ડો.પારઘીએ પૂર-વાવાઝોડા, અતિવૃષ્ટી માટે ઉપયોગી સાધનો, તરવૈયાઓની યાદી અદ્યત્તન રાખવા સાથે જરૂર પડે ત્યારે કોઇ પણ પ્રકારની અડચણ ના આવે તેની કાળજી લેવા પણ સુચનાઓ આપી હતી. તાલુકાકક્ષાએ શેલ્ટર હોમની યાદી, વરસાદ માપક યંત્રો અને અનાજ પુરવઠાની સ્થિતી, ફાયર સેફ્ટીની સગવડો, દરીયો ખેડતા મચ્છીયારાઓને આપવા પાત્ર સુચનાઓ, આકસ્મિક સંજોગોમાં ઊપયોગમાં લેવાઇ તેવા વાહનોની યાદી, સ્થળાંતર તથા શોધ બચાવની કામગીરી અંગે જિલ્લા કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યુ હતુ.

જૂનાગઢ મહાનગર પાલીકાનાં કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરી, જિલ્લા પોલીસ અધિક્ષક સૈારભ સિંઘ, વંથલીના આસી. કલેકટર બુડાણીયા, પ્રાંત અધિકારી- રેખાબા સરવૈયા, સાકરીયા, તુષાર જોષી, જવલંત રાવલ, માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા, સહિત વરિષ્ઠ અધીકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લાનાં વિવિધ તાલુકા મથકો ખાતેથી વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચિફ ઓફીસર તેમજ પોલીસ વિભાગનાં અધિકારીઓ તથા આપત્તિ વ્યવસ્થાપન સંલગ્ન કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ બેઠકમાં સહભાગી બન્યા હતા. બેઠકમાં હાઈરીસ્ક એરીયાની યાદી તૈયાર કરવા,સાથે સંદેશા વ્યવહારના સાધનો અદ્યત્તન રાખવા, માહિતીનું આદાન-પ્રદાન, અવિરત વિજ પુરવઠો કાર્યરત રાખવા ચર્ચા સમીક્ષા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. બેઠકની કાર્યવાહીનું સંચાલન નિવાસી અધિક કલકેટર ડી.કે.બારીઆએ સંભાળ્યુ હતુ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!