SECCPL એ સ્વરોજગારની તકો ઊભી કરતું #SaiKaPartner કેમ્પેન લોન્ચ કર્યું

SECCPL એ સ્વરોજગારની તકો ઊભી કરતું #SaiKaPartner કેમ્પેન લોન્ચ કર્યું
Spread the love

મુંબઈ: મુંબઈના ફક્ત વર્ચ્યુઅલ બિલ્ડર સાઈ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ ચેમ્બુર પ્રાઇવેટ લિમિટેડ (SECCPL)એ વપરાશકર્તાઓને પોતાનું કૌશલ્ય વઘારવા તથા સ્વ-રોજગાર માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમને વર્ચ્યુઅલ રીતે સાંકળતું કેમ્પેઇન #SaiKaPartner શરૂ કર્યું છે. કોઈપણ વ્યક્તિ સાઇન અપ કરતી વખતે નજીવી ફી ચૂકવીને #SaiKaPartner બની શકે છે અને SECCPL પાર્ટનર્સને ઉદ્યોગ માટે સજ્જ બનવાની તાલીમ આપશે. KPMGના રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ 21 માટેના કટોકટી અગાઉના અંદાજની તુલનામાં કન્સ્ટ્રક્શન સંબંધિત GVA (ગ્રોસ વેલ્યુ એડેડે) અને રોજગારી ક્રમશઃ 15-34 ટકા અને 11-25 ટકા ઘટે તેવી શક્યતા છે.

કોવિડ-19ને કારણે બજારની સ્થિતિને ધ્યાન પર લેતાં, પરંપરાગત રિયલ એસ્ટેટ બજારને અસ્તિત્વ ટકાવી રાખવા માટે વિકાસ સાધવાની ફરજ પાડી છે અને ડેવલપર્સ માટે ટેકનોલોજીને અપનાવવું જરૂરી બન્યું છે. કેન્દ્ર સરકાર મોટા પાયે એફડીઆઇને આકર્ષવા માટે સજ્જ છે, ત્યારે અર્થતંત્ર વિકાસના બીજા રાઉન્ડ માટે તૈયાર છે. SECCPL કન્ઝ્યુમર્સને સ્વ-રોજગારી તરફ પ્રેરિત કરવાનો હેતુ ધરાવે છે અને તેમને આવકનો નિયમિત પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે દેશની અગ્રણી બ્રાન્ડમાં રોકાણ કરીને કૌશલ્ય વર્ધન માટે પ્રોત્સાહિત કરવાનો આશય ધરાવે છે.

કેમ્પેનના લોન્ચિંગ વિશે વાત કરતાં SECCPLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત વાઘવાણીએ  જણાવ્યું હતું કે, “આ કપરા સમયને ધ્યાનમાં રાખીને અમે કશુંક એવું રજૂ કરવા માંગતા હતા, કે જે કન્ઝ્યુમરને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદરૂપ નીવડે. અમારું માનવું છે કે, આંત્રપ્રિન્યોર બનવાની આકાંક્ષા ધરાવતા ઘણાં ઇચ્છુકો આ બિઝનેસ મોડલને એક અલગ જ સ્તરે લઈ જવા માટે સક્ષમ બનશે. અમારા નિષ્ણાતો પાસેથી તાલીમ મેળવીને વધુ આવક રળવાની તક ઓફર કરવા પાછળનો ઉદ્દેશ તેમને બટનની ફક્ત એક ક્લિકથી સ્વ-રોજગાર પૂરો પાડવાનો છે. શરૂઆતમાં અમે મુંબઈ અને ગુજરાતમાં કામગીરી હાથ ધરીશું, જોકે, મોબાઇલ ફોનથી ભારતની કોઈપણ વ્યક્તિ ફી ચૂકવીને સભ્યપદ મેળવી શકે છે.”

#SaiKaPartner કેમ્પેઇન સંભવિત પાર્ટનર્સને બ્રાન્ડ વિઝિબિલિટી, તાલીમ ઓફર કરે છે, જેને તેઓ વેચાણમાં પરિવર્તિત કરી શકે છે. પાર્ટનર્સને SAI દ્વારા માર્કેટેડ પ્રોજેક્ટ્સમાં બિઝનેસ કરવામાં સરળતા રહેશે, કારણ કે IAMSAI ઇકોસિસ્ટમ ઘણાં પાસાંઓની કાળજી રાખશે. કામગીરીનું ક્ષેત્ર વિસ્તારવા માટે યોગ્ય પ્લેટફોર્મનું સર્જન કરવાથી રોજગારીની તકોનું વ્યાપક સ્તરે સર્જન થશે, IAMSAI નેટવર્ક સેવાઓ પાર્ટનર્સને તેમની ઇન્વવેન્ટરીનું ઝડપથી વેચાણ કરવામાં મદદરૂપ થશે અને નવા પ્રોજેક્ટ્સ થકી નવી તકોનું નિર્માણ પણ થશે.

સાઇ એસ્ટેટ કન્સલ્ટન્ટ ચેમ્બુર પ્રાઇવેટ લિમિટેડ વિશે
સાઇ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ ચેમ્બુર પ્રાઇવેટ લિમિટેડ (SECCPL)ની સફર આઠ વર્ષ અગાઉ નાના પાયે થઈ હતી અને આજે તે એક સામ્રાજ્યનું સર્જન કરવા ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહી છે. સંગઠને તમામ 91+ ડેવલપર્સ માટે અત્યંત ભરોસાપાત્ર અને વિશ્વાસુ ચેનલ પાર્ટનર્સ તરીકેની છબિનું નિર્માણ કર્યું છે. અમિત ભગવાન વાધવાનીએ SECCPLના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે અને ટીમ સાથે મળીને તેઓ SECCPL ખાતે વેચાણ ક્ષેત્રનું સુકાન સંભાળે છે. અમિતે 2010માં ગણ્યા ગાંઠ્યા લોકો સાથે શરૂઆત કરી હતી અને હવે તેઓ આશરે 170 કરતાં વધુ સંખ્યાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!