જો ચીન સુધરશે નહીં તો ભારત છોડશે નહીં

જો ચીન સુધરશે નહીં તો ભારત છોડશે નહીં
  • ચીન સામે  ભારતે ખુદ લડવુ પડશે

ભારત અને ચીન વચ્ચે ગાલવાન ખીણમાં થયેલ  લોહિયાળ જંગ  બાદ, ચીન હવે સમજી ગયુ છે કે, તે હવે 2020 ના નવા ભારત સામે  બાથ ભીડી  રહ્યુ છે. ભારત તેની જમીનના દરેક ઇંચ માટે, કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે. ભારતના 20 શૂરવીર શહીદો અવશ્ય મૃત્યુ પામ્યા,  પરંતુ ચીની સૈનિકોના હુમલા પછી, તેઓએ તાત્કાલિક જવાબી બદલામાં ચીનને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. તેમના કમાન્ડિંગ અધિકારી સહિત 43 થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા છે. આ અથડામણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રતિક્રિયા ધ્યાન પૂર્વક જોવાની અને સમજવાની જરૂરત છે. ઠંડક થી પણ  ગુસ્સે થયેલા અવાજમાં તેમણે કહ્યુ કે, “ભારતીય સૈનિકોની શહાદત વ્યર્થ નહીં જાય. ભારતીય સૈનિકો મરતા મરતા પણ મારતા  ગયા છે. ” એટલે કે વડા પ્રધાને કહ્યુ કે,” માત્ર ભારતીય સૈનિકોને નુકસાન થયુ નથી.”  તેમના આ નિવેદનને સમજવાની જરૂર છે.

સંદેશ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે કે, હવે ભારત 1962 જેવી કોઈ પણ સ્થિતિમાં પીછેહઠ કરશે નહીં. ચીનના દાદાગીરીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. હવે ચીને 1962 માં ભારત પાસેથી કબજે કરેલી જમીન, પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. ગાલવાન વેલી અકસ્માત બાદ ભારતનુ આક્રમક વલણ પોતાનામા  ઘણુ કહી જાય  છે. ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે, સરહદ પર જે કંઈ પણ થયુ છે,  તેના માટે 100 ટકા ચીન જવાબદાર છે.  અને તે જાણી જોઈને આ ચાલ ચલી  હતી. આ ઘટના ચીનની ઉશ્કેરણીજનક અને આ પૂર્વ યોજિત  વ્યૂહરચના હેઠળ બની હતી. જેનાથી આ  હિંસા થઈ હતી. છેવટે, 16 મી બિહાર બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ તે જોવા માટે ગયા હતા કે, ચીન સાથેની વાટાઘાટો  મુજબની  સ્થિતિ પ્રમાણે, ગાલવાન  ઘાટીમાં, તેઓ  તેની સીમામાં  પરત ફર્યા  છે કે કેમ, ત્યારે તેના માથાની પાછળ લોખંડના સળિયા દ્વારા  હુમલો કરી  તેની હત્યા કરાઈ હતી. આ પછી, બિહાર રેજિમેન્ટના રણ બાંકુરોએ તેની ઉગ્ર પ્રતિક્રિયા આપી અને 20 ની સામે  43 ચીની સૈનિકોને માર્યા ગયા.

સજાગ રહેવાની જરૂર છે –

જો કે હવે દેશને અનેક સ્તરો પર જાગૃત રહેવુ પડશે. ચીન આપણો દુશ્મન છે, દેશમાં પણ ઘણાં ચીન તરફી જયચંદો હાજર છે. ચીની કાર્યવાહી પછી, જ્યારે સમાચાર ધમધમવા માંડ્યા, સોશિયલ મીડિયા પર ભારતીય સૈનિકોની બલિદાન પર ગુસ્સો વ્યક્ત કરવાને બદલે, ઘણા જયચંદ મોદી સરકારને ઘેરવાનુ કામ કરતા હતા. મોદી સરકારની નીતિઓને ખરાબ ગણાવી રહ્યા હતા. તેઓ મોદી સરકારને મુસ્લિમોના  દુશ્મન પણ ગણાવી રહ્યા હતા. કોઈ તેમને એટલુ તો પૂછવુ જોઈએ કે, ઓછામાં ઓછું ક્યાં  સમએ  કઈ વાત કરવી તેની મર્યાદાને તો  સમજો. દેશ પર મોટી આફત આવી છે, અને તમે ફરિયાદો  કરવા માંડ્યા છો. તમે જે થાળીમાં ખાઈ રહ્યા છો, તેને જ ભાંગી રહ્યા છો.  આ તો  દેશના કેટલાક ખાતા-પિતા ઘરના લોકોની બે મોઢા ની  વાર્તાઓ છે.  તેઓએ ક્યારેય સરહદમાં લડાયેલ યુદ્ધ જોયુ નથી, તેઓએ ક્યારેય સરહદ જોઈ નથી.

હા, તેઓ આનુ  જ્ઞાન  આપવા મા, મોખરે છે. કારણ કે, તેઓને વિદેશી નાણાં અને  પુરસ્કારો આવુ જ્ઞાન પીરસવા માટે જ મળે છે. આ જોઈને, સમજી શકાય છે કે, શા માટે આ દેશ સેંકડો વર્ષોથી ગુલામ હતો. જ્યારે એમણે કહ્યુ કે,  “આ શહીદ સૈનિકો, બિહારના હતા. આગામી બિહારની ચૂંટણીમાં ભાજપ તેનો રાજકીય ફાયદો ઉઠાવશે. ત્યારે તેમની હીનતાએ બધી મર્યાદાઓ ઓળંગી હતી.”  તો સમજો કે, હવે તેઓ કોઈ પણ રાજ્ય કે જાતિના આધારે આ દેશના શહીદોને પણ માન્યતા આપશે. આ બધું ભારતમાં કદી બન્યુ ન હતુ જે હવે થઈ રહ્યુ છે. શું આપણે સેંકડો શહિદોને જાણીએ છીએ, જેમણે તેમના ધર્મ, જાતિ અથવા ક્ષેત્રના આધારે દેશ માટે બલિદાન આપ્યુ છે. યાદ રાખો કે, દેશની અંદરના આવા પળાતા  આ દુશ્મનોની નજીકથી, કડક દેખરેખ રાખવી પડશે.

એ જ રીતે કેટલાક કથિત સંરક્ષણ નિષ્ણાતો પણ, ભારતીય સેનાને નબળા દેખાવામાં રોકાયેલા છે.  હું તેમના નામ લેવા માંગતો નથી, પરંતુ તેઓ બંને દેશો વચ્ચેની ઝઘડો એવી રીતે રજૂ કરી રહ્યા છે કે, નુકસાન ફક્ત ભારત નુ  જ થયુ છે. મહાભારતનાં સંજયની જેમ દિલ્હીમાં બેઠેલા, યુદ્ધનો  ચિતાર  દેશને કહી રહ્યા છે. પરંતુ, તેઓએ જાણવુ જોઈએ કે, હવે ધૃતરાષ્ટ્રનો યુગ પૂરો થયો છે. હવે જુઓ કે વિશ્વસનીય વિશ્વ મીડિયા કહે છે કે, ભારતીય સેનાએ પણ ચીની સેનાને મોટું નુકસાન કર્યું છે. ચીનમાં એક પ્રકારની  નાદિરશાહી  છે. સરકારનો પણ પ્રેસ ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે. તેથી ચીન મૃત સૈનિકોની સંખ્યા છુપાવે છે. અમારા સર્વજ્ઞાની  સંરક્ષણ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, જ્યારે ચીની સૈનિકોએ તેમના પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો, ત્યારે સામાન્ય રીતે સરહદ પર અમારા સૈનિકો સરહદ પર તૈનાત  હતા.

સૈનિકો જયારે અમારી બાજુથી ત્યાં આવી  પહોંચ્યા, ત્યાં સુધીમાં ત્યાં  ચીની સૈન્ય એક હજારથી વધુ પર પહોંચી ગયુ હતુ. ત્યાં સુધીમાં તો એક પાતળી રેંજ પર તો નાસભાગ મચી ગઈ, જેને કારણે  ઘણા લોકો ઊડા ખાડામાં પડી ગયા. પરંતુ ચીની સેનાના પચાસથી વધુ સૈનિકો, નીચે ખાઈમાં પડી  ગયા છે. તે કહેવામાં આવી રહ્યુ નથી. વિશ્વને એક વાત જાણવી જોઈએ કે, આપણો જવાન  શારીરિક રીતે ચટ્ટાન  જેવા મજબૂત છે. સામ-સામેની લડાઇમાં તેઓ કોઈ-પણને પાણી પીવડાવી દેશે. ચીન અમારા જવાનોની સામે જીતની અપેક્ષા રાખી શકશે નહીં. ભારતીય સૈન્ય સૈનિકોની તાલીમ અને શારીરિક ક્ષમતાઓ પર સવાલ ઉઠાવશો નહીં. હિંસક અથડામણમાં ચીની સૈનિકોને પણ નોંધપાત્ર નુકસાન થયુ છે. આ વાત પ્રકાશમાં આવી કારણ કે, આ અથડામણ પછી, અનેક ચીની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી અને ચીની હેલિકોપ્ટરની ગતિવિધિ પણ વધી ગઈ.

ચીનના હેલિકોપ્ટર દ્વારા તેમના બેઝ કેમ્પ પર મોકલેલા સંદેશામાં, તેઓએ કમાન્ડિંગ ઓફિસર સહિત 43 ની સંખ્યામાં મૃતકોની સંખ્યા દર્શાવવી છે, પરંતુ આ સંખ્યા વધારે હોઈ શકે છે કારણ કે, ભારતીય સૈનિકોના હુમલાને કારણે રિજ (ઢાંગ ) ની નીચે આવતા સૈનિકોની સંખ્યા તો આમાં નથી. ગાલવાન વેલીની ઘટના બાદ, ભારત તૈયાર છે. ચીનની તરફથી કોઈ કાર્યવાહી થાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સેનાએ લેહ અને બાકી  સરહદો પર તેની હિલચાલ વધારી દીધી છે. આ સાથે, લદાખથી તમામ એકમો કે, જે યુનિટ્સ પીસ સ્ટેશનો પરત આવવાના હતા, તેઓને ત્યાં રોકાવાનુ કહેવામાં આવ્યુ છે. સેનાએ લદાખની આજુબાજુમાં સ્થિત તેના એકમોને, ગમે ત્યારે લેહ જવા માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે. ખાસ કરીને કાશ્મીર અને જમ્મુના એકમોને, ગમે ત્યારે લેહ જવાનો આદેશ આપી શકાય છે.

આનો અર્થ એ કે આ વખતે, નીચ ચીન ને છોડવામાં આવશે  નહીં. વડા પ્રધાન સ્પષ્ટ કહે  છે, ” અમે ક્યારેય કોઈને સળી કરતા  નહીં. પરંતુ, કોણ અમને અડપલા કરવા આવે તો અમે તેને છોડીશુ પણ  નહીં.”  ભારત અને ચીન વચ્ચે જે થઈ રહ્યુ છે, તેના પર સમગ્ર વિશ્વનુ મૌન ખરેખર ડરામણુ લાગે છે. ભારત સાથે કોઈ પણ દેશ ખુલ્લેઆમ આવ્યુ નથી. શું દુનિયાને ચીનની વિદેશ નીતિ અને તેની આક્રમક અભિગમ વિશે ખબર નથી ? બધા જ જાણે છે, પરંતુ કોઈ ખુલ્લેઆમ બોલશે નહીં. હવે દુનિયા પહેલા  જેવી નથી રહી. 1962 ના યુદ્ધ દરમિયાન, જ્હોન એફ. કેનેડીની ધમકી બાદ, ચીન દ્વારા યુદ્ધ અટકાવવામાં આવ્યુ હતુ. પરંતુ હવે દુનિયામાં કેનેડી જેવી વ્યક્તિઓ ક્યાં છે ? હવે ભારતે તેના સ્તરે, ચીનીઓને જવાબ આપવો પડશે. દુનિયા તો તેની  સાથે  ઉભી રહે છે, જે પોતાની  શક્તિ સાથે દુશ્મનો સામે લડે છે.

આર.કે.  સિંન્હા

(લેખક વરિષ્ઠ સંપાદક, કટાર લેખક અને ભૂતપૂર્વ સાંસદ છે)

Spread the love
Right Click Disabled!