જૂનાગઢમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ 13 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : મનપામાં સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા વધુ ૧૩ વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢ-મહાનગરપાલીકા-વોર્ડ નં.૨-જોષીપરા વિસ્તારમાં આદિત્યનગર-૨ માં કૈલાસપાર્ક સોસાયટીમાં જયેન્દ્રભાઈ વાઘેલાના ઘરથી ચીમનભાઈ ટીમાણીયાના ઘર સુધી તથા સામે કીરીટભાઈ વાઘેલાના ઘરથી અનિલભાઈ પરમારના ઘરસુધી. વોર્ડ નં.૩-સુખનાથ ચોક વિસ્તારમાં માત્રી રોડ ખાડીયા વિસ્તારમાં હસીદખાન બ્લોચના ઘરથી હુશેનખાન રફાઈના ઘરસુધી. વોર્ડ નં.૪-જોષીપરા વિસ્તારમાં આવેલ બાપુનગરમાં અમિતભાઈ કાનજીભાઇ વરીયાના ઘરથી હરીભાઈ કેશવભાઈ વાગપરીયાના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નં.૬-બસસ્ટેન્ડ પાછળ આવેલ ગીરીરાજ મેઇનરોડ પર મારવેલ ગોલ્ડ-એ એપાર્ટમેન્ટ આખું.વોર્ડ નં.૭-બસસ્ટેન્ડ પાછળ નોબલ સ્કૂલની બાજુમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં ભાવેશભાઈ પુરોહિતના ઘરથી તૃસા મકાન સુધી. વોર્ડ નં.૮-ચીતાખાના ચોક વિસ્તારમાં આવેલ મેમણવાડામાં અનીસજી મલેકના ઘરથી મહમદભાઈ કસાઈના ઘર સુધી તથા મકસુદભાઈના ઘરથી અલ્તાફભાઈના ઘરથી સોયલભાઈ કસાઈના ઘર સુધી. કાજીવાડા વિસ્તારમાં રામકૃષ્ણ શેરીમાં ભરતભાઈના ઘરથી કનૈયાભાઈના ઘરસુધી તથા પ્રકાશભાઇના ઘરથી મુકેશભાઈના ઘરસુધી સલીમભાઈના ઘરથી ફિરોઝખાન મોહમદખાનના ઘર સુધી. ઉધીવાડા વિસ્તારમાં ઉધીવાડા મસ્જીદ પાસે સીદીકભાઇ કરીમભાઈના ઘર સુધી,અયુબખાનના ઘરથી આસિફભાઈના ઘરસુધી તથા સકીલભાઈના ઘરથી મહેબુબભાઈના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નં.૮-ભાટીયા ધર્મશાળા રોડ પર આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૧૦૧ થી બ્લોક નં.૪૦૪ સુધી,વોર્ડ નં.૯-ગેડાઅગડ રોડ પર આવેલ ટેલિફિન એક્સચેન્જ ઓફિસ પાસે વાલ્મીકિ વાસમાં દયાબેન પરબતભાઇ ચુડાસમાના ઘરથી રોહિત ઘનશ્યામભાઈ ચુડાસમાના ઘર સુધી. વોર્ડ નં.૧૧-સરદારબાગ પાછળ ઘાંચીપટ્ટ વિસ્તારમાં વેલકમ પાર્ક-૪ માં બ્લોક નં.૯ થી બ્લોક નં.૧૫ સુધી. સરદારબાગ પાછળ નવી કલેકટર કચેરી સામે શ્રીધરનગર માં ત્રિવેણી એપાર્ટમેન્ટ વિભાગ-બી આખો. વોર્ડ નં.૧૪-ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ભુવનેશ્વરનગરમાં શેરી નં .૫ માં પુનાભાઈ કાળાભાઈ મોરીના ઘરથી હિરેનભાઈ ગોહિલના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામુ તા.૨૩ ઓગસ્ટ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!