રાજ્યપાલ શ્રી વાનપ્રસ્થાશ્રમ આશ્રમની‌ મુલાકાતે

રાજ્યપાલ શ્રી વાનપ્રસ્થાશ્રમ આશ્રમની‌ મુલાકાતે
Spread the love

તલોદ તાલુકાના રોઝડના વાનપ્રસ્થ સાધક આશ્રમમાં આજ રોજ ગુજરાત રાજ્યપાલશ્રીએ મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રી એ પુજ્ય સ્વામી શ્રીસત્યપતિજીને મળી સંસ્થાની મુલાકાત લીધી હતી. પછી ગુરુકુલ પરિસર, આશ્રમ દર્શન, યજ્ઞશાળા કે જ્યાં ૧૨ કલાક સુધી યજ્ઞ ચાલે છે સવારે ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી તે પ્રજ્ઞપ્રદર્શન જોયું હતુ. જ્યાં સંસ્કૃત અને દર્શનનો અભ્યાસ કરાવવામાં આવે છે તે પણ જોયું હતુ. ત્યારબાદ દર્શનયોગ મહાવિદ્યાલય માં તેમને બ્રહ્મચાર્યો – આચાર્યો ને મળી આર્યવનની ગૌશાળા, દયાનંદ વિદ્યાલય અને કન્યા ગુરૃકુલ ની પણ તેમને મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વાનપ્રસ્થ સાધક આશ્રમમાં ભોજન લીધું હતું

રાજ્યપાલશ્રીની વાનપ્રસ્થ ખાતે મુલાકાત દરમ્યાન કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ બંદોબસ્તને લઈ તમામ રસ્તાઓ બંધ કરી વાહન વ્યવહાર સ્થગીત કરવામાં આવ્યા હતા. આ આશ્રમમાં સંસ્કૃત,વ્યાકરણ,દર્શન,ઉપનિશદ,આર્યુવેદી વગેરે ગ્રંથોનું વિના મુલ્યે અધ્યાયન કરવામાં આવે છે. આ ઉપરાંત વેદભાષા,વૈદિક, દાર્શનિક, સમાજ સુધારાના સાહિત્ય અને પ્રકાશનનુ વિતરણ પણ કરવામાં આવે છે. ગ્રામીનક્ષેત્રે એલોપેથીક, આર્યુર્વેદીક, હોમીયોપેથી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

IMG-20200811-WA0014-1.jpg IMG-20200811-WA0015-0.jpg

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!