સરકાર વેક્સીનનું વિતરણ કરવા ઉતાવળી બની છે…!

સરકાર વેક્સીનનું વિતરણ કરવા ઉતાવળી બની છે…!
Spread the love

હાલમાં ગુજરાતમાં અરે આખા ભારતમાં કોરોનાના કેસો ઘટી ગયા છે સુરત જેવા શહેરમાં તો બેડો ખાલી પડ્યા છે માંડમાંડ વેપાર કામ નોકરીઓ ચાલુ થયા છે ત્યારે પ્રજાને વેક્સીનની માયાજાળમાં શા માટે ઉલજાવવામાં આવી રહ્યા છે. સરકાર આજે 10 મહિના પછી વેક્સીનનું વિતરણ કરવા ઉતાવળી બની છે. હમણાં કાલે જ જેતપુર ધોરાજી ને આજુબાજુના ગામડાના ખેડૂતભાઈઓ એ પોતાના કાળી મજૂરી વ્યાજે પૈસા લઇ ઉગાડેલા શાકભાજી કોબી ફલાવર ગલકા રીગણા જેવા પાકનો ભાવ 5 રૂપિયા કિલો થઈ જતા પાકનો નાશ કરી દીધો કેમ કે ખેતરમાથી માર્કેટ સુધી લઇ જવાનું ભાડુ પોસાય એમ નથી.

હવે ખેડૂત શુ ખાશે પરિવારને શુ ખવડાવશે વ્યાજવાલાને બિયારણવાલાને ખાતરવાલાને પૈસા ક્યાંથી ચૂકવશે દેશમાં કઁટાળીને આત્મહત્યા કરવાવાલા ખેડૂતો ની સઁખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે. ખેડૂતો મોંઘુ બિયારણ મોંઘુ ખાતર વરસાદની અનિયમિતતા માવઠા પાક ખાઈ જતા પશુઓ થી પહેલા થી પરેશાન છે એમાં ભાવો ઘટી જતા ખેડૂતો ને રાતાપાની એ રોવાનો વારો આવ્યો છે. પહેલાથી શહેરીકરણ ને કારણે ખેતીલાયક જમીનો ઓછી છે નવી પેઢી ખેતરમાં પરસેવો પાડવા તૈયાર નથીને એમાં મલ્ટીનેશનલ જાયન્ટ કંપનીઓ હવે ભારતના ખાધ્ય બજાર પર યેનકેન પ્રકારે કબ્જો કરવા ઉતાવળી બની છે.

ભારતનું 140 કરોડનુ વિશાલ બજાર જોઈ કંપનીઓ ના મોઢામા પાણી આવે છે. આપણે ત્યા યોગ્ય સ્ટોરેજ ના અભાવે દર વરસ પાકો બગડી જાય છે કયારેક કાંદા 15/20 રૂપિયામાં કિલો મળે છે કયારેક આજ કાંદા 180 રૂપિયામાં કિલો મળે છે કયારેક ટામેટા 20 રૂપિયામા કિલો મળે છે કયારેક ટામેટા બજારમાંથી ગાયબ થઈ જાય છે. કયારેક બીજા શાકભાજી સાથે મફત મળતી કોથમીર 140 કિલો મળતી થાય છે કયારેક સૂકું લસણ કયારે બીજા શાકભાજી ગાયબ થઈ જાય છે આમ કેમ થાય છે ખબર છે. આપણે આઝાદીના સાત સાત દાયકા પછી પણ શાકભાજી કઠોળ ચોખા દાળ મગફળી માટે સ્ટોરેજ ઉભા કરી શક્યા નથી તેથી કયારેક શાકભાજી કયારેક અનાજના ભાવમાં કમરતોડ વધારો થાઈ છેને…

ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી ને આપણે વાજબી ભાવે સમયસર શાકભાજી કઠોળ મળતા નથી આખા દેશનું પેટ ભરતા ખેડૂતો અને એમનો પરિવાર ભૂખ્યા સુઈ જાઈ અને મજબુરીમા ખેડૂતભાઈઓએ આત્મહત્યા કરવી પડે એનાથી કરુણ વાત કઈ હોય શકે. દર વરસની આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર શા માટે પ્રયત્ન કરતી નથી શા માટે આજે 74 વરસે પણ આપણે યોગ્ય સ્ટોરેજની વ્યવસ્થા કરી શકતા નથી ખેડૂતને ભાવ મળતા નથી ને મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી થાય છે. એની સરખામણીમાં પ્રજા જે રસી લેવામા અચકાય છે એ રસી માટે સરકારે તડામાર તૈયારી કરી લીધી છે આખા ભારતના દરેક રાજ્યો દરેક શહેરમાં રસી કેટલી મોકલવી ક્યા તાપમાનમાં રસી બગડશે.

નહીં કોણે કોણે રસી મુકવાની છે કોણ કોણ રસી મુકવાનુંછે ક્યાં સેન્ટરમાં કોણે કેટલા વાગે આવવાનું છે એવી બધી તૈયારી માત્ર ગણતરીના દિવસોમાં રાતોરાત થઇ ગઈ એનો મતલબ સરકાર ધારે તો વહીવટી તંત્ર પાસે ધાર્યું કામ એ પણ ગણતરીના દિવસોમાં લઇ શકે છે એ સાબિત થઇ ગયું. તો પછી સરકાર શા માટે શાકભાજી મગફળી કઠોળ દાળ ચોખા માટે આજે 74 વરસ પછી પણ યોગ્ય વ્યવસ્થા કરી શકી નથી કે કરવી જ નથી. જો યોગ્ય સ્ટોરેજની વ્યવસ્થા થાય તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે નહિ પ્રજાને પણ હમેશા કાયમ સમયસર વાજબી ભાવે બધુ મળી રહે મોંઘવારી પણ કાબુમાં રહે કાળાબજાર બંધ થઇ જાય આટલી કાતિલ કમરતોડ મોંઘવારીમાં પ્રજાના ખિસ્સા પર ઓછો ભાર આવે અને મધ્યમવર્ગની ભોજનની થાળી માં કંઈક પીરસેલુ દેખાય.

રસી અગત્યની છે કે સ્ટોરેજ એ પ્રજાએ વિચારવાનું છે રસી માટે કેટલી બધી માનવ શક્તિ કેટલો બધો સમયઅને તોતિંગ જબ્બર ખર્ચો થશે એનો સરવાળો મારશો તો ચક્કર આવી જશે. હમણા 10 મહિનાથી કામકાજ વેપાર રોજગાર નોકરીઓ બંધ હતી માંડમાંડ ગાડી પાટા પર ચડી રહી છે ત્યારે રસીની ઉતાવળ સમજમાં આવતી નથી મધ્યમવર્ગને પહેલા શાકભાજી કઠોળના સ્ટોરેજની જરૂર છે કે રસીની શા માટે રસીની જેમ દરેક શહેરમાં શાકભાજી કઠોળના સ્ટોરેજ ઉભા કરી 80/85 કરોડ મધ્યમવર્ગના પરિવારને રાહત શાંતિ આપવાનો પ્રયાસ થતો નથી તમને શુ લાગે છે

હવે 74 વરસ પછી તો આવા સ્ટોરેજ ઉભા થવા જોઈએ કે નહિ

– અબ્બાસભાઈ કૌકાવાલા (સુરત)

90c31075-b5f7-43a5-ad74-75537bb13554.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!