તમે જાણો છો ! દર વર્ષે હિપેટાઇટિસ વાયરસ રોગથી 1.34 મિલિયનના મૃત્યુ થાય છે…!

તમે જાણો છો ! દર વર્ષે હિપેટાઇટિસ વાયરસ રોગથી 1.34 મિલિયનના મૃત્યુ  થાય છે…!
Spread the love
  • ઇન્ટરનેશનલ હેપેટાઇટિસ ડે ‘ની વર્ચુયલ 2021 જાગૃતિ ઝુંબેશ

વિશ્વની જનતા અનેક નાના મોટા,ચેપી,ઘાતક અને જીવલેણ રોગોનો શિકાર બને છે,તેને અંકુશમાં લેવા ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ‘(વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન- W.H.O.-) વર્ષમાં આઠ જુદાંજુદાં અભિયાન (ઝુંબેશ )ચલાવે છે,જેમાં વિશ્વ સ્તરીય વિશ્વ સ્વાસ્થ્ય દિવસ,રક્તદાતા દિવસ ,ઇમ્યુનાઇઝેશન વિક (પ્રતિરક્ષણ સપ્તાહ); ક્ષયરોગ દિવસ,તમાકુ નિષેધ દિવસ,મેલેરિયા દિવસ અને એડ્સ ડે નો સમાવેશ થાય છે.

વિશ્વ આરોગ્ય વિષયક રોગો જે ઝડપભેર સર્વત્ર પ્રસરી રહ્યા છે,તેનાથી બધા રાષ્ટ્રો ચિંતિત છે અને તેથી ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ પોતાના સભ્ય દેશોને રોગો અને તેનાથી હાલ અને ભવિષ્યમાં થનારા નુકસાન નો અંદાજ આપે છે, ભવિષ્યના ખતરાઓ જાણી,સર્વે (ડેટા)કરી તેની ગંભીરતા સાથે માનવ જાગૃતિ પ્રસરણ માટે અનેક યોજનાઓ હાથ ધરી અમલી કરવા જણાવે છે.જેનો હેતુ વ્યાપક જનજાગૃતિ નો છે .ભારત કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય પણ તેની સાથે જોડાઈને ભારતમાં રોગ મુક્ત કરવાના દરેક પ્રયાસમાં સહ્યોગી સાથે સભ્ય દેશ છે.ડબ્લ્યુ.એચ.ઓના અંદાજિત 100 દેશો-300 સભ્યો છે.

WHO. દ્વારા તંદુરસ્તી સંદર્ભે વિવિધ આઠ આયોજનોમાં છે તેમાં આ દિવસ છે તા.28 મી જુલાઈ જે ‘વિશ્વ હેપેટાઇટિસ ડે ‘ તરીકે ઘોષિત થયેલ છે. શરૂઆતમાં 2004 માં યુરોપિયનને મધ્ય પૂર્વીય પ્રદેશોના દર્દી જૂથો દ્વારા આંતરરાષ્ટ્રીય હિપેટાઇટિસ ‘સી’ જાગૃતિ માટે થયેલો ,પછી 63 મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મે મહિના ના 2010 માં અગાઉની ઘોષણા અપનાવી, નોબેલ વિજેતા પ્રોફેસર બરુચ (બારુક )સેમ્યુઅલ બ્લમ્બરિ( બલમર્ગ) ને સન્માન આપવા ,તેઓના જન્મદિવસે આ દિવસ જાહેર કરાયો હતો.આ મહાન હસ્તી એ 1976 માં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને હિપેટાઇટિસ ‘બી ‘ની શોધ કરી હતી.આ યોગદાનની ખાસ નોંધ લેવાઈ હતી, આશ્ચર્ય થશે કે તેઓની આત્મકથા માં ઉલ્લેખ છે કે આ કલ્પના ભારતની મુલાકાત વખતે ઓડીસા કટક માં થઈ હતી.

2012 માં 20 દેશોના 12,588 લોકોએ હેપેટાઇટિસ ડે ,રોગ અને વિશાલ સમૂહે એ 28 જુલાઈએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલો આ રોગ વિશ્વવ્યાપી છે. 325 મિલિયન લોકો તેમાં સપડાયેલા હોવાના અહેવાલ છે,જરૂરી માહિતી અને સારવાર,નિદાન અને ઉપચાર તેમજ સંભાળ ન લેવાતા મોતનો શિકાર બને છે ; આવા લાચાર, નિરાધાર લોકોનું આરોગ્ય,પુનઃ પ્રાપ્ત થાય અથવા આ રોગ વકરતો અટકે,ધીમે ધીમે કાબૂમાં આવે તે માટે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ સતત કાર્યરત છે આ સંગઠન જણાવે છે કે વ્યક્તિના આરોગ્ય બાબત જે કોઈપણ દેશ કાર્યો કે આયોજનો ઘડે ,તે ભાવિ રોકાણ છે.

માનવ વસાહતો માં ખૂટતા,ગુમાવેલા,મૃત્યુ પામેલા ને શોધો ,જાણો અને તેને નજરમાં રાખી દર્શાવેલા ઉદ્દેશો સાથે પોતાનો ફાળો આપવા ‘ ડબ્લ્યુ,એચ.ઓ ‘ અપીલ કરે છે કારણ કે આ રોગમાં અંદાજિત દર વર્ષે 1.34 મિલિયન લોકો મરણ પામે છે, એક સર્વે બાદ નિષ્કર્ષ રૂપે 2017 ની વાત કરી એ તો આ નવા ચેપી ગ્રસ્ત લોકોનો આંક 2,8,50,000 હતો. અત્રે નોંધવું જરૂરી છે કે વાયરસ થી થતો આ વાયરલ રોગ જીવલેણ ગણાય છે.તેને પાંચ વિભાગમાં વહેંચાય છે. ‘એ’-‘બી’-સી ‘-ડી ‘-અને ‘ઈ’ તેમાં ‘એ ‘અને ‘ઈ ‘ ટૂંકાગાળાના અને બાકીના લાંબા ગાળા સુધી અસર કરનારા છે..કોરોના કરતા અનેકગણો ગંભીર આ રોગ ગણાય છે.

આ રોગના લક્ષણો ઉપર સામાન્ય નજર કરીએ તો યકૃતની બીમારી સોજો,બળતરા તેનું પ્રાથમિક લક્ષણ છે. દવાઓ, દવા ,ઝેર અને આલ્કોહોલના ગૌણ પરિણામોથી તે થાય છે .આંખ, શરીરનું પીળા પડવું થાક, પીળો, કાળો ઝાડો થવો, સંવેદનશીલ થવી, ભૂખ ન લાગવી,અપચો, ઉલટી, પેટમાં દુખાવો, થકાવટ, સ્વભાવ ચીડિયો થવો, અને વાન બદલાઈ જવો છે વગેરે છે. દૂષિત પાણીનો વપરાશ, દુષિત સાધો, ઇન્જેકશનો, વગેરેનો વપરાશ તેના મુખ્ય ચિહ્નો છે. પરિવાર રોગીના સંસર્ગથી આ રોગ પ્રસરે છે, જોકે ‘બી’ કેટેગરી માટે ગોળી, ‘સી’ કેટેગરીના દર્દી માટે ઇન્જેક્શન અને હવે દવા પણ ઉપલબ્ધ છે.

આ દવાઓ દરરોજના 4,000 મૃત્યુ વાયરલ- હેપેટાઇટિસ અટકાવે છે છે.પુરુષોમાં આરોગ્યની અસર તેની ‘ફર્ટિલીટી ‘પર પડે છે.ભારતમાં હેપેટાઇટિસ નું કારણ મુખ્યત્વે માતા થી બાળકો માં વાયરસ સંચારિત થવાથી થાય છે. વરસાદમાં રોગ વધુ થાય છે,તેથી તૈલીય પદાર્થો,તેજ મસાલા વાળા ભોજન,માંસાહાર,ભારી પદાર્થોથી દૂર રહેવું,શાકાહાર ને સ્થાન આપવું ,લીલા શાકભાજી,વિટામિન ‘સી વાળા ફળો ખાવા,સૂકો મેવો લેવો હિતાવહ છે. સમયસર સારવાર ન મળે તો ચેપી રોગ જીવલેણ બની મોતને આમંત્રણ આપે છે આ બધા ને જોતા નવા પ્રસરી રહેલા ચેપી રોગનો અંકુશ જરૂરી હોઈ સંગઠનો,સરકારો,તબીબી, વ્યવસાયકારો, નાગરિકો, સમાજો, ઉદ્યોગજકો અને સામાન્ય લોકોને ને ‘વાયરલ- હેપેટાઇટિસ ‘ને અંકુશમાં રાખવા ટહેલ નાંખ્યાં છે. તેને નિવારવા માટે,નિયંત્રિત કરવા ના ઉપાયો થાય છે,વિશ્વસ્તરીય આયોજનો ,શિબિર ,ચર્ચાપત્રો,મીડિયા ના માધ્યમ પ્રચાર,પ્રસાર કરવા માટે W.H.O દેશોને અને તમામ લોકોને જાહેર અપીલ કરે છે.

આજે વિશ્વભરમાં મોટી સંખ્યામાં કોરોના-19 ના સપાટામાં લખો લોકો ના મરણ અને દિવસે દિવસે રોગીઓની વધતી આંકડા વાળી ભલ ભલા ને હચ મચાવી મુકેલ છે આ નવા જીવલેણ ચેપી વાયરસ રોગ સાથે બીજા જુના વાયરસ રોગ હેપીટાઈટીસ વિષે જાગૃત થવાની જરૂરતને છે,જેથી ભાવિ પ્રજા બેદરકારી છોડી સાવધાનીથી તેમાંથી અમુક અંશે પણ મુક્ત થઇ શકે તે માટે અગમચેતીના પગલાં લઈને થોડી સાવધાની,સારવાર, પરિક્ષણ અને ચોક્કસ ખાતરી સાથે વાયરલ કોરોના સાથે હેપીટાઈટિસ ને અંકુશમાં લાવી સ્વસ્થ સમાજ દીર્ઘાયુષી જીવન જીવવા ચાલો નવનિર્માણ કરવા આ દિવસ સૂચન કરે છે. ભવિષ્ય ની સુખાકારી માટે જાગૃત બનો.આ વખતે આ જાગૃતિ વર્ચ્યુઅલ માધ્યમે અપાશે .

જિતેન્દ્ર પાઢ (અમેરિકા)

Admin

Admin

9909969099
Right Click Disabled!