જીવન વિકાસ અને પરિવર્તન થી ઉચ્ચત્તમ માનવ પ્રતિભા ખીલવે તે સાચી મૈત્રી

જીવન વિકાસ અને પરિવર્તન થી ઉચ્ચત્તમ માનવ પ્રતિભા ખીલવે તે સાચી મૈત્રી
Spread the love

કિસ હદ તક જાના હૈ યે કૌન જાનતા હૈ
કિસ મંઝિલ કો પાના હૈ યે કૌન જાનતા હૈ
દોસ્તી કે દો પલ તુમ જી ભર કે જી લો —
કિસ રોજ બિછડ જાના હૈ યે કૌન જાનતા હૈ

મૈત્રીની કલા શીખવાથી જ હ્રદયના પ્રેમને સદભાવના નું બળ મળે છે. મૈત્રી- કોઈ આડંબર કે કોઈ ખોટી ભવ્યતા વિના સરળતા અને સૌજન્યથી બંધાય છે, ત્યારે સંવાદિતા નો સંવાદ ખીલે છે, આંખોમાં પ્રેમ અને પ્રકાશનો દરિયો ઊછળે છે, હોઠ પર અંતરના આદર અમૃત નિરંતર રેલાય છે, ઓળખાણ તે મૈત્રી નથી, ઓળખાણમાં સ્વાર્થ અને બદલો હોય છે, તેથી સાચી હૂંફ નથી મળતી, મૈત્રી સુખદુ:ખના સાચો સાથી બની ટકે છે. માણસને સ્નેહની તરસ મિત્રથીજ સંતોષાય છે. ધન, દોલત, પ્રતિષ્ઠાથી મિત્રતા ખરીદાતી નથી. સામાન્ય જીવન માંથી સાચી મિત્રતા હાથ લાગે છે, ટકે છે, સાચી મૈત્રી સંબંધ સદ્ભાવ સાથે છે. જીવન વિકાસ અને પરિવર્તન થી ઉચ્ચત્તમ માનવ પ્રતિભા ખીલવે તે સાચી મિત્રતા છે.

લાગણી અને મધુરતાનો ઉન્મેષ ન હોય તો મૈત્રી સંબંધ કહેવાય નહીં, તકનો લાભ મેળવી કામ પતે થી હડસેલી દેનાર ઘણા મળે છે, સાચા મિત્રો દુર્લભ હોય છે .તમારું કામ સરળતાથી પતાવી દે તે જ મિત્ર એવું નથી, મૈત્રી નો અર્થ નિ:સ્વાર્થ ભાવે-કાર્ય કરવા તૈયાર રહેવું, તત્પર રહેવું અને સાથીના ક્રોધ, ગુસ્સાને ભૂલી જઈ, પરિસ્થિતિ ને સમજીને માર્ગ કાઢી મૌન ધારણ કરી- કડવાશને ગળી જનાર મિત્રોને સાચવી શકે છે. મૈત્રીનો મોટો અવરોધ અહં છે. આત્મ નિરીક્ષણ અને કર્મશીલતા કહેવા ત્યારે દ્રષ્ટિ ની વિશાળતા વધે છે, સત્ય પરિસ્થિતિ સમજી શકાય છે. સંઘર્ષ ટળે છે-મૈત્રી ટકે છે ,ઉગ્ર વચનો સાંભળી પ્રતિઘોષ રૂપે પ્રત્યુત્તર આપો છો તે મૈત્રી તૂટવાનું કારણ બને છે.જાત સાથે મિત્રતા બાંધી ન શકનાર સાચી મિત્રતા પામી શકતા નથી.

રસ-રુચિ વિનાની મૈત્રી તે ઉપર છલ્લો સંબંધ છે જે મિત્ર પરસ્પરની મર્યાદાઓની સમજણ રાખી ઉદાર ભાવે વર્તન કરે છે તે લાંબી મૈત્રી ટકાવી શકે છે પરસ્પરની ઇચ્છાઓને માન આપવું અને ક્ષમા આપવી તે મિત્રતા લંબાવવા માટે જરૂરી છે મિત્રો સાથે વિચારણાઓ સ્વચ્છ અને સ્પષ્ટ હશે તો જિંદાદિલી ખીલશે-મિત્રતા ટકશે. અંતરની ઉષ્મા મિત્રતા તરફ જ ઢળે છે. મિત્રના દુર્ગુણો બતાવો તો તેના માટે ઉમદા અભિપ્રાય પણ પ્રગટ કરો. કાળજી સાથે મિત્ર પ્રતિ વિકટ પરિસ્થિતિમાં સભાનતાથી હૂંફ આપનાર મૈત્રી જગતમાં જીત મેળવે છે, લોકપ્રિય બને છે ,દલીલોથી મિત્રતા જિતાતી નથી.મિત્રને સાંભળો-એકાંતમાં તે વિચારો ને ચકાસો મન અને હૃદય સાથે મિત્રતા નો સંબંધ હોવાથી ક્યારે-કોઈ વાતથી, અણગમતાં વ્યવહારથી-મન જરૂર દુ:ખી થાય છે પણ તે ક્ષણિક હોવું જોઈએ.

વારંવાર ફરિયાદ અને ટીકા કરનાર મિત્રતાનો ઘાતક છે. ભૂતકાળને ભૂલી વર્તમાન માં જીવી વ્યવહાર સાચવી, જે બીજાના પડખે ઊભો રહી હૂંફ આપે તે જ સાચો મિત્ર. મિત્રતા માત્ર આપી જાણવાની કલા છે, માંગવાની નહીં.મિત્ર તમારી ધારણા કે તમારી મરજી મુજબ નહીં તેના હ્રદયથી ચિત્ત કહે તેમ ચાલે છે. તેથી જીભાજોડી ટાળો, મિત્રતાને પામો.ખોટા માર્ગે કે નુકસાન થાય તેવા આચરણે જતાં મિત્રને જરૂર પડે અવરોધિત બનીને સત્ય સાચવીને યોગ્ય સલાહ આપો-ફરજ બચાવે તે સાચો મિત્ર.પૈસાનો વ્યવહાર મૈત્રી તોડે છે,તો દુ:ખના પ્રસંગે આર્થિક મદદ કરનાર જ સાચો દિલોજાન દોસ્ત બને છે. તમારી દૃષ્ટિ, તમારા માપદંડથી મિત્રોને માપતા નહીં-સાચો મિત્ર ગુમાવશો .

મિત્ર અને મિત્રતા ગાઢ સંબંધ છે પણ તેને સાચવતાં આવડે તો ન્યાલ કરી દે અથવા અધૂરી સમજ જીવનને કડવું બનાવી કાયમ દુઃખી બનાવે , ત્યાગ ,વફાદારી ,નિસ્વાર્થ ભાવના ,અરસપરસ શુભ કરવાની સતત તાલાવેલી , મિત્રતા ને વધુ બળવત બનાવનારા ગુણો છે , જે બીજા માટે સેકાય છતાંયે પ્રકાશ -જ્ઞાન ,સમજ આપે , મિત્રને અણીના સમયે બચાવે -વિપદ માંથી મુક્તિ અપાવે તે સાચો મિત્ર ! સાથ ,સંગાથ અને સહવાસ ટકાવી શકે તે મિત્ર ,કડવું સત્ય સામી છાતીએ કહી શકે તે મિત્ર અંતમાં-”મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે જૈન મુનિ .’ચિત્રભાનુ ‘ની વાત મૈત્રી માટે યાદ રાખીએ.

જિતેન્દ્ર પાઢ

Admin

Admin

9909969099
Right Click Disabled!