યાર્ડમાં હડતાળ યથાવત… ડી-વિડર મશીનથી જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ

Spread the love

રાજકોટ,
રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસથી ચોથા દિવસે હડતાળ યથાવત છે. યાર્ડ પાછળ આવેલી નદીમાંથી જળકુંભી દૂર કરવા સુરત મનપાનું ડી-વિડર મશીન ખાસ મંગાવવામાં આવ્યું હતું. સવારે મશીન આવી જતા નદીમાંથી જળકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. શનિવારે યાર્ડના ચેરમેને ફરી વેપારીઓ અને મજૂરોની બેઠક બોલાવી છે. યાર્ડના ચેરમેને સોમવારથી યાર્ડ શરૂ થશે તેવો દાવો કર્યો છે. બીજી તરફ વેપારીઓની એવી માંગ છે કે પોલીસ દ્વારા જેની અટકાયત કરવામાં આવી હતી તે તમામના કેસ પાછા ખેંચવામાં આવે, જ્યારે યાર્ડનું દરરોજનું ૮ કરોડનું ટર્ન ઓવર અટકી પડ્યું છે.
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા આજી-૨ ડેમમાંથી જળકુંભી દૂર થશે. મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડ બંધ રહ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. વેલ દૂર કરવાની કામગીરીથી યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જા કે આ કામગીની શરૂઆત બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે સવાલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહીને લોકલ ડિઝાસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા ખાસ મશીનથી જળકુંભી દૂર કરીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે અને જે ગંદુ પાણી આજી-૨ ડેમમાં આવી રÌšં છે તેને સુએઝ પ્લાન્ટમાં ચોખ્ખુ કરીને ઠાલવવામાં આવશે. આ કામગીરીમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!