ખેતરે જતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો, માથા અને મોઢા પર નહોર માર્યા

Spread the love

ઉના,
ઉનાના સનખડા-માલણ વિસ્તારમાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવાન ખેડૂત વાડીના શેઢેથી પોતાના ખેતર તરફ ચાલીને જતો હતો ત્યારે દીપડાએ અચાનક પાછળથી હુમલો કરી દીધો હતો. એરંડાના પાકના વાવેતરમાંથી દીપડો અચાનક બહાર આવ્યો હતો અને ખેડૂતને નિશાન બનાવ્યો હતો. જા કે ખેડૂતે બૂમાબૂમ કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ખેડૂતના માથા, મોઢા, હાથ અને કમરના ભાગે દીપડાએ નહોર માર્યા હતા. આથી ગંભીર હાલતમાં ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોÂસ્પટલમાં ખસેડ્યો હતો.
ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં વધુ એક સિંહનું મોત નીપજ્યું છે. આ અંગે વન વિભાગને જાણ થતા ટીમ દોડી ગઇ હતી. વન વિભાગે સિંહનો મૃતદેહ કબ્જે કરી પીએમ માટે જસાધાર એનિમલ કેર ખાતે ખસેડ્યો હતો. જા કે સિંહના મોતનું કારણ જાણવા મળ્યું નથી. પીએમ બાદ જ મોતનું કારણ જાણવા મળશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!