વેગન આહાર પદ્ધતિથી ડાયાબિટીસ મટી શકે છે વિષય ઉપર ગાંધીધામમાં નિઃશુલ્ક સેમિનાર

વડોદરા સ્થિત અને કચ્છમાં ચારિત્ર્ય ઘડતરનું કામ કરતી ઓએસીસ સંસ્થા દ્વારા ૨૮ ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસને લઈ ગાંધીધામ ખાતે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયાબિટીસએ જીવન શૈલી અને ખાનપાનની નિષ્કાળજીથી થતી બીમારી છે. જે અનેક રોગોની જનની છે. સંસ્થાનું માનવું છે કે જીવન શૈલી બદલવાથી ટાઈપ – ૨ પ્રકારના ડાયાબિટીસથી મુક્તિ મળી શકે છે. રિવર્સિંગ ડાયાબિટીસ ઇન ૨૧ ડેઝ પુસ્તકના લેખિકા અને ડાયાબિટીસ ફ્રી ઇન્ડિયા ઝૂંબેશના પ્રણેતા ડૉ. નંદિતા શાહ ખાસ ઉપસ્થિત રહી સેમિનારમાં માર્ગદર્શન આપશે.

ડૉ. શાહના પુસ્તકમાં વેગન આહાર પદ્ધતિ આધારિત વૈજ્ઞાનિક તારણો અને પુરાવા આપવામાં આવેલ છે. તેમને માનનિય રાષ્ટ્રપતિજીના હસ્તે નારી શક્તિ એવોર્ડ પણ મળેલ છે. ગાંધીધામ ખાતે શ્રી સહયોગ વિદ્યામંદિર ગુરુકુળ રોડ ખાતે સાંજે ૦૫-૩૦ થી ૦૭-૩૦ દરમિયાન યોજાનાર સેમિનાર નિઃશુલ્ક છે પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન https://bit.ly/2woMlMT પર કરાવવું જરૂરી છે વધુ માહિતી માટે ૮૭૫૮૨૭૪૯૪૯, ૭૨૧૧૧૫૧૩૨૦ ઉપર સંપર્ક સાધવા જણાવવા મા આવેલ છે

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!