મહિસાગર જિલ્લામાં કોરોના વાયરસ અંતર્ગત ૨૯મી માર્ચ ૨૦૨૦ સુધીમાં ૨૨૫ પ્રવાસીઓનું ફોલોઅપ કરાયું

Spread the love
  • ૧૨૨ પ્રવાસીઓનું કવોરેન્ટાઇન પૂર્ણ ૧૦૩ ઓબ્ઝર્વેશન હેઠળ
  • ૦૩ સેમ્પલ કોરોના રિપોર્ટ માટે મોકલેલ તે ૦૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા મહીસાગર જિલ્લામાં ૧૬૫૪૫૫ ઘરોનાં ૮૫૫૦૯૧ વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી પૂર્ણ કરાઇ

લુણાવાડા,
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસ (COVID19) ની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવચેતીના સંખ્યાબંધ પગલાં લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ અને સાવધાની એ જ બચવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયું છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે તે સંદર્ભે જિલ્લામાં ૨૯મી માર્ચ ૨૦૨૦ સુધી માં કુલ ૨૨૫ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૨૨ પ્રવાસીઓનું ક્વોરન્ટાઇન પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે ૧૦૩ પ્રવાસીઓને ઓર્બ્ઝવેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જે ૦૩ સેમ્પલ સિઝનેબલ ફ્લુ /કોરોનાના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા જે તમામ ૦૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યારે મહિસાગર જિલ્લામાં તારીખ ૨૯ માર્ચ ૨૦૨૦ સુધી ૧૬૫૪૫૫ ઘરોનાં ૮૫૫૦૯૧ વ્યક્તિઓની આરોગ્ય ચકાસણીની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એસ.બી.શાહે જણાવ્યું છે

Admin

Admin

9909969099
Right Click Disabled!