મહેમદાવાદના રાસ્કામાં અવરજવરના રસ્તા બાબતે કુટુંબી કાકા-ભત્રીજા વચ્ચે તકરાર

Spread the love

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના રાસ્કામાં આવેલ વાઘરીવાસ વિસ્તારમાં રહેતાં રાવજીભાઈ બાબુભાઈ દેવીપુજક અને તેમના કુટુંબી કાકા વચ્ચે અવરજવરના રસ્તા બાબતે છેલ્લાં ઘણાં સમયથી તકરાર ચાલે છે. આ બાબતને લઈ હાલ કોર્ટમાં કેસ પણ ચાલે છે. તેમ છતાં આજરોજ સવારના સમયે સોમાભાઈ જેલાભાઈ દેવીપુજક, પ્રભાતભાઈ સોમાભાઈ દેવીપુજક, તખતભાઈ સોમાભાઈ દેવીપુજક અને મહેન્દ્રભાઈ સોમાભાઈ દેવીપુજક હાથમાં લાકડીઓ તેમજ ધારીયાં જેવા તીક્ષ્ણ હથિયારો લઈ રાવજીભાઈના ઘરે ગયા હતાં.

જ્યાં ગમેતેમ અપશબ્દો બોલી રાવજીભાઈને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે રાવજીભાઈ બાબુભાઈ દેવીપુજકની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે સોમાભાઈ જેલાભાઈ દેવીપુજક, પ્રભાતભાઈ સોમાભાઈ દેવીપુજક, તખતભાઈ સોમાભાઈ દેવીપુજક અને મહેન્દ્રભાઈ સોમાભાઈ દેવીપુજક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!