પિતાએ પુત્રને ઠપકો આપતાં પુત્રએ પિતાનો ગળો દબાવી હત્યા કરી

Spread the love

જાણવા મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા કાંકણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નાની ડસાર ગામનાં પ્રવીણ પરમાર નામનાં એક યુવકે પોતાના જ પિતાનો ગળો દબાવી હત્યા કરી નાખી હતી. પતિ પત્ની નાં ઝગડામાં પિતાએ પુત્રને ઠપકો આપતા પુત્રએ માનસિક સન્તુલન ખોઈ બેઠેલા પુત્રએ જાતે જ પોતાના પાલનહાર પિતાનો ગળો દબાવી મોત ને ઘાટ ઉતરિયો હતો.

આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા ગણતરીનાં કલાકોમાં જ આરોપી પુત્ર ની ધરપકડ કરી હતી પરંતુ હાલ ચાલી રહેલા કોરોના મહામારી નાં કારણે આરોપી ને સીધે જેલ ભેગો કરવાનાં બદલે Covid 19 ની માર્ગ દર્શિકા અનુસાર કોરોના ચકાસણી માટે આરોપીને ગોધરાનાં દાહોદ રોડ ઉપર આવેલ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતેનાં સરકારી ક્વોરેન્ટાઇન બિલ્ડીંગ રાખવામાં આવ્યો હતો. જ્યાં ગત મોડી રાત્રે આરોપીએ ચાદર વડે ગળો ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોતાના પિતાનો ગળો દબાવી ને હત્યા કરવાનો અફસોસ અને ગેરત આવતા આરોપી એ આત્મહત્યાનો પગલો ભયું હતો. આ બનાવનાં પગલે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે આરોપી ની લાશ ને પી . એમ અર્થે ખસેડી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી.

ઇરફાન શેખ (પંચમહાલ)

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!