હાપા યાર્ડ ફરીથી ધમધમતું, ઘઉં, મગફળી, તલની આવક

Spread the love
  • હાપા યાર્ડ ફરીથી ધમધમતું, ઘઉં, મગફળી, તલની આવક

વાવાઝોડાના જોખમને કારણે માર્કેટ યાર્ડમાં જણસોની આવક અને હરાજી બે દિવસ બંધ રહ્યા બાદ યાર્ડમાં શુક્રવારે પણ: ધમધમાટ જોવા મળ્યો હતો. યાર્ડમાં ઘઉં, મગફળી, તલની ધૂમ આવક થઇ હતી. કુલ 16 જણસીની હરાજી થઈ હતી. જિલ્લાભરમાંથી 555 ખેડૂતો આવ્યા હતા. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં શુક્રવારે મર્યાદિત જણસોની આવક અને હરાજી થઇ હતી.

જિલ્લાભરમાંથી રજીસ્ટ્રેશન કરાવેલ અને વગરના 555 ખેડૂત આવતા 16 જણસ કુલ 34925 મણ આવક થઇ હતી. જેમાં ઘઉંની 7432, ઝીણી અને જાડી મગફળીની 6983, તલની 8985. મનની આવકનો સમાવેશ થાય છે. 20 કિલો ઘઉંના રૂ.300થી 359, મગફળીના રૂ.850થી 1102, તલના રૂ.1400થી 2595 સુધીના ભાવ બોલાયા હતા. તદઉપરાંત બાજરી, મગ, અડદ, તુવેર, ચોળી, મેથી, રાયડો, લસણ, કપાસ, અજમાની પણ નોંધપાત્ર આવક થઇ હતી.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!