જામનગરના અલિયા પાસે વેપારીને આંતરી 7 લાખની લૂંટમાં આરોપીઓ બંધુને જેલમાં ધકેલાયા

Spread the love
  • લૂંટમાં વપરાયેલી છરી મીયાત્રા સીમમાંથી કબ્જે કરતી પોલીસ
  • જામનગર યાર્ડમાં વેપારીને છરી બતાવી લૂંટ્યા બાદ ઝડપાઈ ગયા હતા

અલીયા પાટીયા પાસે વેપારીને આંતરી છરી બતાવી રૂ.7.04 લાખની રોકડ લૂંટમાં પોલીસે આરોપી બંધુને પકડી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે લૂંટમાં વપરાયેલી એક છરી પણ કબજે કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં જેલમાં ધકેલી દેવાયા છે. જામનગરના પસાર બેરાજા ગામે રહેતા અને માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા ધીરજલાલ ઉર્ફે ધીરુ ભાઇ સાવલીયા નામના વેપારી પ્રૌઢનો અલીયા પાટીયા નજીક આંતરી લઇ રૂ.7.04 લાખની રોકડ રકમની લૂંટના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મેલડી શહેઝાદ જુણેજા અને સમીર જુણેજાને પકડી પાડ્યા હતા.

જેના કબજામાંથી લૂંટમાં ગયેલા તમામ રોકડ રકમ ઉપરાંત બાઇક પણ પોલીસે કબજે કર્યા હતા. પંચ એ પોલીસે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી તેની પુછપરછ હાથ ધરી હતી. લૂંટમાં વપરાયેલી એક છરી પણ મીયાત્રાની સીમમાં નાલા પાસેથી કબજે કરી હતી. બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે રજુ કરતા બંનેને જેલ હવાલે કર્યા છે.

– નિશાંત માવાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!