અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયજનક

Spread the love

સરડોઈ : અરવલ્લી જિલ્લા માં કોરોના નું સંક્રમણ ભયજનક બનતું જાય છે.મોડાસા શહેર ઉપરાંત તેના ગ્રામ્ય વિસ્તારો માં વાઇરસ બમણા વેગ થી પ્રસરી રહ્યો છે.અત્યાર સુધી માં કોરોના ને રોકવાના તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા હોય તેમ પોઝિટિવ કેસ નો આંકડો ૨૨૧ સુધી પહોંચી ગયો છે.જ્યારે ૨૦ લોકો કોરોનાથી સંક્રમિત થઈ મોત ના મુખ માં ધકેલાઈ જતાં પ્રજા માં દહેશત નો માહોલ છે.આરોગ્ય વિભાગ તમામ મોરચે નિષ્ફળ ગયું હોય તેમ સંક્રમણ વધવાની સાથે મૃત્યુ આંક ઉંચકાઈ રહ્યો છે જે ચિંતા ઉપજાવે છે.

છેલ્લા કેટલાક દિવસ થી તો મુંબઈ સહિત ના દૂર ના સંક્રમિત વિસ્તારો માં થી સલામતી માટે વતન માં આવેલા લોકો પણ કોરોના થી સંક્રમિત થઈ રહ્યા હોવાથી આરોગ્ય વિભાગ ઊંધા માથે થયું છે .મોડાસા શહેર હોટ સ્પોટ બન્યા પછી હવે ગામડાઓ માં પણ એક પછી એક કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. મોડાસા જિલ્લા મથક અને વહેપારી મથક હોવાથી આસપાસ ના ગામો ની પ્રજા અને ખેડૂતો ખરીદી માટે આવતા હોય છે પરંતુ હવે જે રીતે સ્થાનિક કેસ વધી રહ્યા છે તેને કારણે ગામડાના લોકો પણ કોરોના થી સંક્રમિત થવાનું જોખમ છે.

દિનેશ નાયક

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!