હનુમાનજીએ સૂર્યદેવ સાથે ચાલતા-ચાલતા જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું

હનુમાનજીએ સૂર્યદેવ સાથે ચાલતા-ચાલતા જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું
Spread the love

હનુમાનજીએ સૂર્યદેવ સાથે ચાલતા-ચાલતા જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરૂની પૂજા કરવામાં આવે છે. રવિવાર અને ગુરુ પૂર્ણિમાનો યોગ 5 જુલાઈએ છે. અષાઢ મહિનાની પૂનમે ગુરુ પૂજા કરવાની પરંપરા છે. રવિવારે પૂર્ણિમા હોવાથી આ દિવસે સૂર્યદેવની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. માન્યતા છે કે, હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ સંબંધમાં એક પ્રચલિત પ્રસંગ પણ છે.

સૂર્યદેવ અને હનુમાનજીનો પ્રચલિત પ્રસંગઃ-
કેસરી અને અંજનીએ પોતાના પુત્ર હનુમાનને વિદ્યા પ્રાપ્ત કરવા માટે સૂર્યદેવ પાસે મોકલ્યો હતો. માતા-પિતાની જ્ઞાનાથી હનુમાનજી સૂર્ય પાસે પહોંચ્યા અને તેમણે સૂર્યદેવને પોતાના ગુરૂ બનવા માટે પ્રાર્થના કરી. સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે, હું તો એક ક્ષણ માટે પણ સ્થિર રહેતો નથી, હું રથ પરથી ઉતરી પણ શકતો નથી. આવી સ્થિતિમાં હું તને કેવી રીતે જ્ઞાન આપી શકું?

ત્યારે હનુમાનજીએ કહ્યું કે, તમે તમારી ગતિ ધીમી કર્યા વિના મને જ્ઞાન આપો. હું તમારી સાથે ચાલતા-ચાલતા જ શિક્ષા હાંસલ કરી લઇશ. સૂર્યદેવ હનુમાનજીની વાત માની ગયાં. સૂર્યદેવ ચાલતા-ચાલતા શાસ્ત્રોની વાતો બોલતા ગયા અને હનુમાનજી તેને ગ્રહણ કરતાં ગયાં. આ પ્રકારે હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાનના પ્રભાવથી હનુમાનજી શ્રીરામને પરમ ભક્ત બન્યાં.

ગુરુ પૂર્ણિમાએ હનુમાન ચાલીસાનો પાઠ કરોઃ-
ગુરુ પૂર્ણિમાએ સૂર્યદેવ સાથે જ હનુમાનજીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે ઇચ્છો તો ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો.

Screenshot_20200703_102739.JPG

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!