સરકારી ટેકનિકલ હાઇસ્કૂલ વડોદરા ખાતે તા.૨૭ જુલાઇ સુધી પ્રવેશ મેળવી શકાશે

Spread the love

વડોદરા
વડોદરા દાંડિયાબજાર સ્થિત સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે ચાલતા ટી.ઈ.બી.પેટર્ન ધોરણ-૯ પાસ એક વર્ષના અભ્યાસ્ક્રમ ઇલેકટ્રીકલ ઈન્સ્ટોલેશન વાયરીંગ એન્ડ જોઇટીંગ તથા આઈ.ટી.આઈ પેટર્ન ધોરણ ૧૦ પાસ બે વર્ષના અભ્યાસ્ક્રમો ફીટર અને ડ્રાફ્ટ્સમેન સિવિલમાં પ્રવેશ માટેના અરજી ફોર્મ તા.૭ થી તા.૨૭ જુલાઇ-૨૦૨૦ સુધી કામકાજના દિવસોમાં, સવારે ૧૧ થી સાંજે ૪ ના સમયગાળા દરમિયાન વિતરણ તથા સ્વીકારવામાં આવશે. દરેક વિદ્યાર્થીએ સોસીઅલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પેહરી આવવાનું રહેશે. વધુ માહિતી સંસ્થાના નોટીસબોર્ડ પર ઉપલબ્ધ રહશે તેમજ સંસ્થાની વેબસાઈટ www.gthsvadodara.org પરથી મળી શકશે, તેમ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલના આચાર્યની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!