મહાભારત ગ્રંથમાં તથા પુરાણોમાં ઉલ્લેખ સ્વયંભૂ મહાદેવ એટલે વટેશ્વર મહાદેવ

મહાભારત ગ્રંથમાં તથા પુરાણોમાં ઉલ્લેખ સ્વયંભૂ મહાદેવ એટલે વટેશ્વર મહાદેવ
Spread the love

પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં વિવિધ નાના મોટા દેવી દેવતાઓ ના મંદિરો આવેલા છે , અને જેમાં પાંચ સ્વંયમભૂ પ્રગટ થયેલા મહાદેવ આવેલા છે તે પૈકીનું આ એક વટેશ્વર મહાદેવ છે , આ સ્વયંભૂ શ્રી વટેશ્વર મહાદેવ નું મંદિર સિધ્ધપુર થી આશરે ૯ કિલોમીટર ના અંતરે આવેલા દેથલી ( દેહસ્થલી ) ગામ માં આવેલું છે. મહાભારત ગ્રંથમાં તથા પુરાણોમાં દેવાસુર સંગ્રામ સમયમાં જેનો ઉલ્લેખ છે એવા સ્વયંભૂ મહાદેવ એટલે વટેશ્વર મહાદેવ. ઋગ્વેદકાળમાં દધિચી ઋષિએ અહીં ઘોર તપશ્ચર્યા કરી હતી અને દેવો એ એમને પ્રથમ દેવાસુર સંગ્રામ પછી સાચવવા આપેલ શસ્ત્રો એક હજાર વર્ષ સુધી સાચવી દાનવ ચોરી ના જાય એટલે એનું તેજ જળમાં ઉતારી પી ગયા અને એમના શરીરને વજ્ર જેવું કઠોર બનાવ્યું હતું.

કહેવાય છે કે વૃત્રાસુર નામના રાક્ષસના ભયથી યુદ્ધમાં દેવતાઓ હારના કગાર ઉપર હતા ત્યારે નારાયણ શ્રી વિષ્ણુએ દેવેન્દ્ર ઇન્દ્રને દધિચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવી વૃત્રાસુરનો અંત કરવા જણાવ્યું હતું. દેવોની વિનંતીથી દધિચી ઋષિએ શસ્ત્રના તેજથી વજ્ર સમાન બનેલ પોતાના હાડકા હસતા મુખે દેવોને આપેલા એવા દધિચી ઋષિનો કુંડ આ સ્થળે આવેલ છે. પાંડવો લાક્ષાગ્રહમાંથી નીકળ્યા ત્યારે ભીમે બ્રાહ્મણોને બકાસુરના ભયમાંથી મુક્ત કરવા બકાસુર રાક્ષસનો વધ કરેલ અને ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને આ પાપમાંથી મુક્તિ માટે સ્વર્ગથી એક વેંત છેટું ગણાતા સિદ્ધપુરમાં કર્દમ ઋષિના આશ્રમ જઈ ત્યાં પવિત્ર બિંદુ સરોવરમાં સ્નાન કરવા જણાવ્યું હતું.

પાંડવો સિદ્ધપુર આવી ત્યાં બિંદુ સરોવરમાં સ્નાન કરી એ પછી આ જગ્યા મનમાં વસી જતા સિદ્ધપુરથી થોડીક દૂર જ્યાં દધિચી ઋષિએ તપ કર્યું હતું ત્યાં આશ્રમ બનાવી રોકાયા હતા. અહીં મહર્ષિ વેદવ્યાસે પાંડવોને જ્ઞાન ઉપદેશ પણ આપ્યો હતો તેથી આ જગ્યા વ્યાસપીઠ તરીકે પણ જાણીતી છે. જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિરે ત્યાં દધિચીકુંડમાં સ્નાન કર્યું હતું એ જ રાત્રે મહાદેવ બટુક સ્વરૂપે સ્વપ્નમાં આવ્યા હતા તેથી પાંડવોએ ત્યાં પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં એ પછી બટુકો યજ્ઞોપવિત ધારણ કરી દધિચીકુંડમાં સ્નાન કરી ત્રણ દિવસ રોકાતા હતા એથી આ મહાદેવ બટુકેશ્વર મહાદેવના નામે પણ પ્રસિદ્ધ થયા હતા.

જય આચાર્ય (પાટણ)

IMG-20200801-WA0248-1.jpg IMG-20200801-WA0251-0.jpg

Admin

Jay Acharya

9909969099
Right Click Disabled!