કડી જેસીસ વિંગ દ્વારા ગૌરી વર્ષ સપ્તાહની ઉજવણી

Spread the love

ઐતિહાસિક નગર કડી  શિક્ષણમાં કોટનમાં ધાર્મિક કાર્યમાં નંબર વન છે સેવાકીય પ્રવૃત્તિ સંસ્થા કડી જેસીસ ની બહેનો દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ કડીના સરદાર બાગમાં ગૌરી વ્રત સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો

સરદાર બાગમાં દરરોજ અવનવી રમતો વન મિનિટ,કોથળા દોડ,સંગીત ખુરશી,મહેંદી રમાડી નાની અને મોટી દીકરીઓને અલગ અલગ સ્પર્ધાઓ રાખી એક,બે,ત્રણ નંબરને ઇનામ અને આશ્વાસન ઇનામ દરેક છોકરીઓને આપવામાં આવે છે આ કાર્યમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નાની અને મોટી દીકરીઓ ખૂબ જ ઉત્સાહી હોય છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક કડી નગરપાલિકાના કોર્પોરેટર અને કડી જેસીસ ના પોસ્ટ પ્રેસિડેન્ટ અલ્પાબેન આચાર્ય આ વર્ષના ચેરપર્સન ઉષાબેન પટેલ તથા સેક્રેટરી શિલ્પાબેન મહેતા અને તેમની ટીમ આ સુંદર કાર્ય કરી રહ્યા છે આ કાર્યક્રમમાં કડી નગરપાલિકા તરફથી પણ સહયોગ મળી રહે છે

Right Click Disabled!