હાર જીતનો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નેત્રગ પોલીસ

Spread the love

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ પી . ભોજાણી સાહેબ અંક્લેશ્વર વિભાગ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી . જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આધારે પ્રયત્ન શીલ હતા , તે દરમિયાન આ હે . કો . વિજયસીંહ કાનાભાઇ નાઓને મળેલ બાતમી આધારે પો . સ . ઇ . શ્રી બી . એસ . ગામીત તથા સ્ટાફના માણસો સાથે આજરોજ ના ઈટ રાઉન્ડ પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી આધારે ફુલવાડી ગામે સુકલભાઇ રડવાભાઇ વસાવા રહે ફુલવાડી ના ઓના ખેતરમાં જાહેર ગેર કાયદેસર રીતે હાથ બેટરીઓની લાઇટના અજવાળામાં પત્તા પાના ઉપર રોકડા રૂપિયાનો દાવ લગાવી હો રજીતનો જુગાર રમતો સ્થળ ઉપર પકડાયેલ આરોપી (૧) સુકલભાઇ રડવાભાઇ વસાવા, રહે. ફલવાડી, ડી.પી ફળિયુ, તા. નેત્રંગ, જી. ભરૂચ (ર) કુલભાઈ હરીલાલભાઇ વસાવા, રહે. બીલાઠા, ટેકરા ફળીયું, તા. નેત્રંગ, જી. ભરૂચ (૩) કનૈયાભાઇ રસીકભાઇ વસાવા, હોલ રહે. ઝખવાવ મામાં ફળીયુ, તા. માંગરોળ, જી. સુરત મુળ રહે, ફુલવાડી, તળાવ ફળિયુ, જી. ભરૂચ (૪) મનસુખભાઇ મનુભાઇ વસાવા, રહે. બીલાઠા, ટેકરો ફળીયું, તા. નેત્રંગ, જી . ભરૂચ (૫) રાજેન્દ્રભાઇ ઉર્ફે બોળો ઝવેરભાઇ વસાવા , રહે . બીલાઠા, નિશાળ ફળીયું , તા. નેત્રંગ , જી. ભરૂચ ( ૬) નવીનભાઇ નટવરભાઇ વસાવા, રહે. ફુલવાડી, નિશાળ ફળીયું, તા. નેત્રંગ, જી. ભરૂચ (૭) અરવિદભાઇ બાલુભાઇ વસાવા, રહે. ફુલવાડી, ડી.પી. ફળીયું, તા. નેત્રંગ, જી. ભરૂચ હાલ રહે. પાટગામ, તા. સાગબારા, જી. નર્મદાના ઓને જુગાર રમતા પકડી પાડી દાવ ઉપરના તથા આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડા રૂપીયા મળી કુલ્લે ૧0 , 330/- તથા મોબાઇલ નંગ-૪ કી . રૂ. ૭, 000 / – તથા જુગાર રમવાના સાધનો કી રૂ. ૨૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૧૭ ,૫૩ 0/- મળી આવતાં ઉપરોકત આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

ઉપરોક્ત કામગીરી પો.સ.ઇ. શ્રી બી એસ . ગામીત તથા અ . હે જો વિજયસીંહ કાનાભાઇ તથા અ. હે. કો. રમેશભાઇ ધનજીભાઇ ,  તથા પો.કો. જીગ્નેશભાઇ જશવંતભાઇ ,  તથા પો . કો જયસીંગભાઇ મણીલાલ, તથા પો. કો. કાશીરામભાઇ અરમરસીગભાઇ તથા પો. કો. ઝીણાભાઇ સોમાભાઇ , નેત્રંગ પો . સ્ટે . નાઓ મારફતે તા ૩૦ / ૧૧ / ર૦૧૯ ના રોજ કરવામાં આવેલ છે .

Admin

Admin

9909969099
Right Click Disabled!