નર્મદા જિલ્લાના યુવા શક્તિ સંસ્થાના યુવા આદિવાસીઓ દ્વારા ફરીથી બીજીવાર નર્મદાના કલેકટરને આવેદનપત્ર

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિક આદિવાસીઓ ને છુટા કરેલ કર્મચારીઓની ફરીથી કામ પર લેવા અને વિવિધ એજન્સીઓ દ્વારા અન્યાય થવા બાબતે રજૂઆત કરી.
  • યુવાશક્તિ ના કાર્યકરોનો આક્રોશ : એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ
  • જો અમને નોકરી ન આપી શકો તો અમારી જમીનને પાછી આપી દો એવી પણ માગ કરી.
  • અમારી ખેતી તથા રોજગારી કાયમી છીનવાઈ ગઈ અને અમે કાયમ માટે બેકાર થઈ ગયા છીએ.

નર્મદા જિલ્લાના યુવા શક્તિ સંસ્થાના યુવા આદિવાસીઓ દ્વારા તેમના કર્મચારીઓને વગર નોટીસે છૂટા કરીને ખાનગી એજન્સીઓ દ્વારા બહારના લોકોને નોકરી આપી કર્મચારીઓને અન્યાય કરવા બાબતે ફરીથી બીજીવાર નર્મદાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સ્થાનિક આદિવાસીઓ ને છુટા કરેલ કર્મચારીઓની ફરીથી કામ પર લેવા અને વિવિધ એજન્સીઓ દ્વારા થતા અન્યાય થવા બાબતે આઈ આપવા રજૂઆત કરી હતી.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે 1996 પેસા એક્ટ કાયદો (આદિવાસી વિસ્તારમાં આદિવાસીનું જ નિયંત્રણ )અમલમાં હોવા છતાં કાયદાનું પાલન થયું નથી. તેમજ તાત્કાલિક કોન્ટ્રાક્ટર કર્મચારીઓની સુરક્ષા એક્ટ હેઠળ છૂટા કરવા માટે એક મહિના પહેલા નોટિસ આપવાની હોય છે તથા છૂટા કરવાનો યોગ્ય કારણ જણાવવાનું હોય છે,  તેવું કારણ કે નોટિસ વગર અમારા કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે, ત્યારે કર્મચારીઓની નિમણૂક યથાવત રાખવી અને એજન્સી વિરુદ્ધ નોટિસ આપી તેમની સામે લીગલ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. વધુમાં એજન્સીઓ દ્વારા થતા પગારમાં ભેદભાવ રાખવામાં આવે છે. માંગણી કરવામાં આવતા પગાર સ્લીપ આપવાની બાહેંધરી આપેલ છતાં સ્લીપ આપતા નથી તથા દરેક મહિને અનિયમિત ચૂકવાય તેવી પણ માંગ કરી હતી.

આ અંગે યુવાશક્તિ ના કાર્યકરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આમાંના એક પણ મુદ્દાની કોનું યોગ્ય પાલન થતું નથી અને એજન્સી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી,  જેથી અમારે અમારા માટે વારેવારે ભીખ માંગવી પડે છે. આ મુદ્દાની ગંભીરતા સમજીને કોઈ કર્મચારી ને અન્યાય ન થાય તે હેતુ માટે તાત્કાલિક આદિવાસી કર્મચારીઓના સચોટ માર્ગદર્શન અને સમસ્યાનું નિરાકરણ માટે એસટી કોલ સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી.

તેમને આવેદનમાં એમ પણ જણાવ્યું છે કે એજન્સીઓના મનસ્વી નિર્ણયો પર નિયંત્રણ ન રાખી શકતા હોય તો અહીંના દરેક વિસ્થાપિતો અને અસરગ્રસ્તોની રોજગારીની જવાબદારી એસ.એસ.એન.એલ દ્વારા ઉઠાવવી પડશે,  કારણ કે અહીંના સ્થાનિક આદિવાસીઓએ એસ.એસ.એન. એલ પ્રોજેક્ટ હેતુસર જમીન આપી હતી કે જો અમને નોકરી ન આપી શકો તો અમારી જમીન પાછી આપી દો એવી પણ માંગ કરી હતી.

ખરેખર તો એસ.એસ.એન.એલ દ્વારા જમીન ટૂરિઝમના પ્રોજેક્ટમાં આપી દેવીએ ખરેખર આદિવાસીઓ સાથે છેતરપિંડી છે. એસ.એસ.એન.એલ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સ્થાનિક રોજગારી આપવાનો હતો પણ સરકાર એ વાત ભૂલી ગઈ છે, અમારી જમીનો આ પ્રોજેક્ટ માં કાયમ માટે ગઈ છે, જેથી અમારી ખેતી તથા રોજગારી કાયમી છીનવાઈ ગઈ અને અમે કાયમ માટે વેપાર થઈ ગયા છીએ.

આ વર્ષે સરકાર દ્વારા એસઓયુના એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી તે 74 કરોડની આવક થઈ છે. જે તાજમહેલ કરતાં વધારે છે. તાજમહેલ માટે કોઈની રોજગારી છીનવાઈ નથી. જ્યારે એસઓયુ  આદિવાસીની અમૂલ્ય જમીનોના ભોગે બન્યું છે એક વર્ષ થયું હોવા છતાં તેનું કોઇ નિરાકરણ નથી આવ્યું અને આદિવાસીઓ પોતાના હક માટે પોતે જ લડવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ,  રાજપીપળા

Spread the love
Right Click Disabled!