ધો.૩થી ૮ના વિદ્યાર્થીઓને સોશિયલ મિડિયા મારફ્તે વિકલી લર્નિંગ મટિરિયલ મોકલાશે

Spread the love

અમદાવાદ,
કોરોના વાયરસના ફેલાવા વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજામાં રજા જાહેર કરી દેવાઈ છે. ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનું પગલું ભર્યું છે. ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શિક્ષણ વિભાગે ‘હોમ લ‹નગ’નું આયોજન કર્યું છે.

વિદ્યાર્થીઓને વ્હોટ્‌સએપ સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી ‘વિકલી લ‹નગ મટિરિયલ’ મોકલવામાં આવશે. આગામી ૪-૫ અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓને લ‹નગ મટિરિયલ આપવામાં આવશે, તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં જ કોરોના વાયરસની મહામારીના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. સાથે જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. એવામાં વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી શિક્ષણથી દૂર ના રહે એટલે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

એક અધિકારીએ કÌšં, “૨૮ માર્ચથી જ અમે વિદ્યાર્થીઓને શૈક્ષણિક મટિરિયલ આપવાનું શરૂ કર્યું છે. સાથે જ તેમાં જણાવેલી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને પૂરી કરવાની રહેશે. વાલીઓ પોતાના સમયનો ઉપયોગ બાળકોને આ શૈક્ષણિક મટિરિયલનું અધ્યનન કરાવવામાં કરી શકે છે.” મહત્વનું છે કે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જાળવી રાખવા માટે સરકારે વંદે ગુજરાત અને દૂરદર્શન જેવી ટીવી ચેનલો પર શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કર્યા છે. જેમાં જે-તે વિષયના તજજ્ઞો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!