અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસનો એક પણ પોઝેટીવ કેસ નોધાયેલ નથી

Spread the love
  • અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસ Covid-19ની પ્રવર્તમાન મહામારીને અટકાવવા જીલ્લા વહીવટી તંત્ર  દ્વારા જીલ્લાની ક્વોરોન્ટાઇન અને આઈસોલેશન વોર્ડની ફેસીલીટી સુસજ્જ કરવામાં આવેલ છે.

અરવલ્લી : જીલ્લામાં કુલ ૧૦ સંસ્થાઓ ખાતે માટે ૪૨૯ બેડ સાથેનીક્વોરોન્ટાઇન સુવિધા અને સાર્વજનિક હોસ્પિટલ તેમજ વાત્રક(બાયડ)  હોસ્પિટલ ખાતેઆઈસોલેશન વોર્ડમાં ૮૫ બેડ તથા  ૧૪ વેન્ટીલેટર સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જીલ્લાની કુલ ૯૯.૬૪ વસ્તીનો સમુદાય આવરી લઇ આરોગ્ય કર્મચારીઓ આશા તથા આંગણવાડી કાર્યકર દ્વારા કોરોના વાઇરસ અને સામાન્ય રોગોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે તેમજ તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. સર્વે દરમિયાન કોઈ પણ વાઇરસનો શંકાસ્પદ કેસ જોવા મળેલ નથી.

આજ દિન સુધી અરવલ્લી જીલ્લામાં Covid-19 અંતર્ગત ૬૦ વર્ષથી ઉપરના ૧૩૬૧૦૬ HIV પોઝેટીવ-૧૯૦, ડાયાબીટીસના દર્દી-૧૦૮૧૫, કેન્સરના દર્દી-૨૯૬ ,ડાયાલીસીસવાળા દર્દી-૯૮ ગર્ભવતી મહિલા-૧૩૮૬૨, બી.પીનાદર્દી-૯૨૧૦, હોર્મોનલ દર્દી-૯૨ આમ કુલ ૧૭૦૬૬૯ વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે.
બહારથી આવેલ ૩૮૭ યાત્રી પૈકી ૩૫૮ યાત્રીઓને ઓબ્ઝેર્વેશનના ૧૪ દિવસ પૂર્ણ કરેલ છે. હાલમાં ૨૮ યાત્રી હોમ કોરેન્ટાઇનમાં છે તેમજ આઈસોલેશન વોર્ડમાં ૦૧ યાત્રી રાખવામાં આવેલ છે. તારીખ- ૦૪/૦૪/૨૦૨૦ સુધી યાત્રીઓ અને દર્દીઓના ૧૮સેમ્પલ લેવામાં આવેલ છે તે પૈકી ૧૭ સેમ્પલ નેગેટીવ આવેલ છે તથા ૦૧ સેમ્પલનો  રીપોર્ટ બાકી છે.  અરવલ્લી જીલ્લામાં તારીખ- ૦૪/૦૪/૨૦૨૦ સુધી કોરોના વાયરસનો એક પણ પોઝેટીવ કેસ નોધાયેલ નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!