જામનગરમાં ૧૦૮૬ લોકોને કવોરન્ટાઇન કરાયા

Spread the love

જામનગરમાં કોરોના વાયરસને લઇને મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંગે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૬ એપ્રિલ સુધીમાં કુલ ૧૦૮૬ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતાં. તેમાંથી ૮૬૨ લોકોની ૧૪ દિવસનું કોરોન્ટાઇન પુર્ણ થયેલ છે. ૨૨૪ લોકોનું કોરોન્ટાઇન ૧૪ દિવસનું ચાલું છે. જેમાંથી બેડી પોર્ટ ખાતે ૨૦ લોકોને રાખેલ છે. જ્યારે સમરસ હોસ્ટેલ ખાતે ૫ લોકોને કોરોન્ટાઇન કરેલ છે. જામનગર શહેરમાં ૧૧૯.૫ કિ.મી.ના રસ્તાઓ ડીસઇન્ટેકટેડ કરવામાં આવ્યા છે. તેમજ ૮૪ સરકારી ઇમારતો તથા ૧૬૧ વાહનોને ડીસઇન્ટેકટેડ કરવામાં આવ્યા છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!