રાજ્યના ૧.૪૨ લાખથી વધુ કામદારોને ૨૭૮ કરોડનુ વેતન ચૂકવવામાં આવ્યું

Spread the love

અમદાવાદ,
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગની દરમ્યાનગીરીથી ગુજરાતના ૧૪૦૦ એકમોના ૧.૪૨ લાખથી વધુ કામદારોને રૂ. ૨૭૮ કરોડનુ વેતન ચૂકવવામાં આવ્યું છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા તા. ૨૫મી માર્ચથી દેશવ્યાપી લાકડાઉન અમલમાં આવ્યું તે પછી, જીલ્લા કલેકટરોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૩૪ હેઠળ જાહેરનામુ બહાર પાડીને ઉદ્યોગો, દુકાનો, અને અન્ય વાણિÂજ્યક એકમોને કોઈ પણ જાતની કપાત કર્યા વગર વેતન ચૂકવવાની તારીખે વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. આ જાહેરનામુ શ્રમ અને રોજગાર વિભાગની માર્ગરેખાઓને અનુસરીને બહાર પાડવામાં આવ્યું હતું.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે, અમે માલિકો સુધી પહોંચી સમયસર વેતન ચૂકવાય તેની ખાત્રી કરવા જણાવ્યું હતું. ૫ એપ્રિલની Âસ્થતિએ માલિકોને ૪,૦૦૦થી વધુ ફોન કરવામાં આવ્યા હતા. જયારે વધુ ૧૮૦૦નો સંપર્ક ઈમેઈલ અને વોટ્‌સએપના માધ્યમથી કરવામાં આવ્યો હતો. આ સંપર્ક કાર્યક્રમને કારણે આશરે ૧૪૦૦ એકમોના ૧.૪૨ લાખથી વધુ કામદારોને રૂ. ૨૭૮.૮૦ કરોડ વેતન ચૂકવી દેવામાં આવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!