ખેડા જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરનાર વધુ 54 શખ્સો ઝડપાયાં

Spread the love

નડિયાદ : કોરોના વાઈરસને પગલે ખેડા જિલ્લામાં 144 ની કલમ લાગુ કરી ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં જિલ્લાના વિવિધ ઠેકાણે બેજવાબદાર વ્યક્તિઓ ટોળામાં એકત્રિત થઈ આ જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. આવા લોકો સામે  જિલ્લા પોલીસ તંત્ર કડકાઈ દાખવી રહ્યું છે. અને પોલીસ પેટ્રોલીંગ, ડ્રોન કેમેરા તેમજસીસીટીવી કેમેરા મારફતે આવા બેજવાબદાર વ્યક્તિઓને પકડી પાડવા પોલીસ તંત્ર કામે લાગ્યું છે.

દરમિયાન વીતેલા ચોવીસ કલાક દરમિયાન આતરસુંબા પોલીસે 1, ડાકોર પોલીસે 4, કપડવંજ ટાઉન પોલીસે 4, કઠલાલ પોલીસે 4, લીંબાસી પોલીસે 2, મહેમદાવાદ પોલીસે 7, નડિયાદ રૂરલ પોલીસે 7, નડિયાદ ટાઉન પોલીસે 9, નડિયાદ પશ્ચિમ પોલીસે 9, સેવાલિયા પોલીસે 4 અને ઠાસરા પોલીસે 3વ્યક્તિઓ ને પકડી  પાડ્યાં હતાં. આમ ખેડા જિલ્લામાંથી કુલ 54વ્યક્તિઓ લોકડાઉનનો ભંગ કરતાં પોલીસના હાથે પકડાયાં હતાં. આ તમામ શખ્સો વિરૂધ્ધ પોલીસે આઈપીસી કલમ 188 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!