જામનગર, લાલપુર, જામજોધપુરમાં જુગારના રંગમાં ભંગ, 19 શખ્સ ઝડપાયા

Spread the love
  • પોલીસે તેમની અટક કરી કાર્યવાહી આરંભી
  • જુગટું ભારે પડ્યું, 4 મહિલાનો સમાવેશ, 3 ફરાર શોધખોળ
  • જુદા-જુદા ચાર દરોડામાં રૂ. 76460 રોકડા કબજે કરતી પોલીસ

જામનગર, લાલપુર, જામજોધપુરમાં પોલીસે દરોડા પાડી જુગાર રમતા ચાર મહિલા સહિત 19 શખ્સોને પકડી પાડ્યા છે. દરોડા દરમિયાન ફરાર થઇ ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જુદા-જુદા ચાર દરોડામાં રૂ.76460 રોકડા પોલીસે કબજે કર્યા છે. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ ફુલઝર ડેમ નીચે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ધર્મેન્દ્રસિંહ મુળરાજ સિંહ જાડેજા, ધીરૂભાઇ કાનાભાઈ ગોહિલ, જેન્તી જાદવજી વાદી, પ્રવીણભાઈ દયાશંકરભાઇ દવે, મનીષ વિઠ્ઠલભાઈ વરાણીયા, સંજય વશરામભાઈ પરમારને પોલીસે પકડી પાડી રોકડા રૂ.10770 કબજે કર્યો હતો. અન્ય દરોડામાં ગીંગણી રોડ ઉપર પ્રભુદાસ પોપટભાઇ વાછાણી વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી.

જેમાં જુગાર રમતા મુકેશ જેરામભાઈ કડીવાર, ચેતન જેન્તીભાઇ કાલરિયા, રસીક શિવરામભાઇ દવે, સુભાષ પરષોતમ સિણોજીયા, ગીરીશ કરશનભાઇ કડીવાર પકડી પાડી રોડકા રૂ.40250 કબજે કર્યા હતા. દરોડા દરમિયાન વાડી માલિક ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં ગોકુલનગર શિવનગરમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા માનકુંવરબા જુવાનસિંહ જાડેજા, રસીલાબેન જગદીશભાઇ કેસરિયા, લાભુબેન જીવાભાઇ પરમાર, હસાબેન કેશુભાઇ લીંબળી પકડાઈ પાડી રોકડા રૂ.14360 કબજે કર્યા હતા.

લાલપુર તાલુકાના બાચલા ગામ નજીક જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા આશિષ અરવિંદભાઈ રૂપાપરા, મનસુખ જીવરાજ સુદાણી, કરણ મેઘાભાઇ ખાંટ, દિનેશ રામાભાઇ સોલંકીને પકડી પાડી રોકડા રૂ.11150 કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન મામદ નુરમામદ ઘોડા અને અન્ય એક શખ્સ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ફરાર આરોપીની બન્ને કેસોમાં શોધખોળ હાથ ધરી છે તેમજ જુગાર નાલ ઉઘરાવીને રમાડવામાં આવી હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ પકડાયેલા આરોપીને બાદમાં જામીન પર મુક્ત કરવાની કાર્યવાહી કરી હતી.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!