અનુસૂચિત જાતિની કચેરી દ્વારા સુરતમાં ૨૭૬ લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ કીટનું વિતરણ

અનુસૂચિત જાતિની કચેરી દ્વારા સુરતમાં ૨૭૬ લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ કીટનું વિતરણ
  • કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિમાં સોશ્યલ સોશ્યલ ડિસ્ટન્સિંગનું  પાલન કરી લાભાર્થીઓને સાધન સામગ્રી અર્પણ

સૂરત,
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની સુરતની નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા સુરત જિલ્લાના તમામ તાલુકામાં ૨૭૬ માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને સ્વરોજગાર માટે ઉપયોગી સાધન સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અનુસૂચિત જાતિના નબળા વર્ગના પછાત વિસ્તારમાં રહેતા લોકો રોજગારી મેળવી શકે અને સ્વામાનભેર જીવન જીવી શકે તે હેતુ માટે માનવ ગરિમા યોજના અંતર્ગત સંપૂર્ણ સોશ્યલ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ધંધા-વ્યવસાયો અને સ્વરોજગાર માટે નિયમોનુસાર સાધનો-ટુલ કિટ્સનું લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી.

Spread the love
Right Click Disabled!