સત્તાના ચોગઠામા રુચિ છે એટલી કોરોનાનો સામનો કરવામા કેમ નહિ…? : લાભુભાઈ કાત્રોડીયા

સત્તાના ચોગઠામા રુચિ છે એટલી કોરોનાનો સામનો કરવામા કેમ નહિ…? : લાભુભાઈ કાત્રોડીયા
Spread the love
  • સંક્રમણ સામે સફળ કોણ..? પ્રજા,સરકાર કે કોરોના..?
  • પી. એમે કોરોના માટે પ્રજાએ આપેલ ફંડ નો હિસાબ પ્રજાને આપવો જોઈએ

માત્ર ભારત નહિ,વિશ્વમાં અનેકવાર વાયરસ આધારિત રોગ ફેલાયો છે,જેમાં લાખો લોકો મોતને ભેટ્યા છે..પરંતુ ત્યારે સાધનો ન હતા, સંશોધનો ન હતા. દેશી ઉપચારો સૌથી વધુ હતા..લોકો નાં જીવન ધોરણ પણ આટલા વિકસિત ન હતા. દવાખાને ન જવાની માનસિકતા ને વરેલો સમાજ હતો. ચીન મા વુહાન માથી કોરોના પ્રગટ થયો..પ્રારંભ થયો.. કે ફેલાયો. પશુ પક્ષી કે હવામાન આધારિત આવા રોગ પેદા થાય છે. કહેવાય છેકે,ચામાચીડિયાં માથી પેદા થયેલો કોરોના ચાઇના મા ખૂબ ફેલાયો,ત્યારે અન્ય દેશો માટે પૂર્વ તૈયારી નો સમય હતો.. ચેતી જવાનો સમય હતો..

અત્યાર સુધી ઘણા તારણો આવ્યા,કોરોના છ પ્રકાર નો છે,તેમાં પાંચ અને છ પ્રકાર ડેન્જર છે. કારણ શ્વાસ રુંધે છે. કેન્સર જેવી ભૂલો દર્દી ને મોત ના મુખમાં ધકેલી શકે છે..કેન્સર નો ઉકેલ ૧૦૦% છે,પરંતુ પ્રથમ કે બીજા સ્ટેજ મા હોય ત્યારે..આખરી સ્ટેજ મા હોસ્પિટલ મા જઈએ અને ડોકટર ને દોષ દઈએ..એમ કોરોના પણ સમયસર ની સારવાર થી કંટ્રોલ થાય છે. કોરોના ભારત મા પ્રવેશ કરી ચુક્યો અને ૨૦૦ કે ૫૦૦ લોકો સંક્રમિત થયા ત્યાં સુધી ખુદ શાસકો કાર્યક્રમો મા વ્યસ્ત હતા..પરંતુ સંક્રમણ ખૂબ ફેલાયા પછી પણ સરકાર બનાવવા કે તોડવા મા ખૂબ રસતરબોળ હતા. આખો દેશ આ હકીકતો થી વાકેફ છે.

૩૦૦ કે ૪૦૦ કેસ ના સંક્રમણ થી સરકાર અચાનક જાગી ને લોક ડાઉન જાહેર કર્યું..દેશની શાસન વ્યવસ્થા રાજ્યો ની વ્યવસ્થા પર નિર્ભર બની ગઈ..ઇમરજન્સી જેવું કામ દેશ ની સરકારે ન કર્યું ને રાજ્ય સરકારો ની મનમાની ચલાવી..એટલે કે પક્ષાપક્ષી ની રાજનીતિ થઈ. લોક ડાઉન કરતા સમયે પણ પૂર્વ આયોજન વિના લેવાયેલો નિર્ણય જેને તઘલખી નિર્ણય કહી શકાય.. એક લોક ડાઉન પછી ૨૧ દિવસ મળ્યા છતાં કોઈ આયોજન નહિ..લોક ડાઉન ત્રણ વાર લંબાવ્યા પણ લોકોમાં અફડા તફડી મચી ગઇ..લોક ડાઉન દરમિયાન હિન્દુ અને મુસલમાન ની રાજનીતિ ચાલુ થઈ..

દિલ્હી ના રમખાણો ની તપાસ ક્યાંય ભુલાઈ ગઈ.આજે પણ કહી શકાય કોઈ ચોક્કસ વિજન કોરોના સામે લડત નું નથી..સત્તા પક્ષ ને કરક્રમો ની છૂટ,કોરોના ની ગાઈડ લાઇન નો ભંગ થાય કોઈ પગલાં નહિ..કોઈ શરમ નહિ..એકલ દોકલ રાહદારી ને દંડ થાય..પોલીસ ત્રાસ નો ભોગ પત્રકારો ને પણ બનાવાય…પણ જાહેરનામા નો વારે વારે ભંગ કરવા શાસકો ને મોકળું મેદાન. સરકાર ને જેટલી રુચિ સત્તા ના સમીકરણો ગોઠવવા મા છે એટલી રુચિ કોરોના ને કંટ્રોલ કરવામાં નથી..સરકારી બાબુઓ ના ભરોસે કોરોના છે..દેશનું તંત્ર ભ્રષ્ટાચાર થી તરબતર હોય ત્યારે એ ભરોસો કેટલો સફળ હોઈ શકે….?

દેશના વડાપ્રધાન કે જેણે આં દેશને એક સ્લોગન આપ્યું “ખાતો નથી ને ખાવા દેતો નથી” પી.એમ.ફંડ મા કોરોના માટે પ્રજાએ જમાં કરાવેલ ફંડ તો જનતા જનાર્દન નું છે..તેનો હિસાબ દેશની પ્રજાને આપવામાં વાંધો હોયજ ન શકે..!! જો દેશના વડાપ્રધાન પ્રજાના ફંડ નો હિસાબ આપવા નનૈયો ભણી દયે તો રાજ્ય..જિલ્લા કે તાલુકા ની સત્તાઓ પણ ઊંચા હાથ કરશે. આ દેશમાં સંક્રમણ ને રોકવામાં કોણ સફળ રહ્યું.. સરકાર..? પ્રજા..? કે વહીવટી તંત્ર..? ત્રણ માથી કોઈ નહિ. કારણ કેસ વધતા જ જાય છે.. સરકાર પોતાના તોડ જોડ ના કામ મા વ્યસ્ત છે..તંત્ર ટાંચા સાધનો. અપૂરતી વ્યવસ્થા..ઓછો સ્ટાફ ની આધી વ્યાધિ કે ઉપાધિમાં પોતાની શક્તિ નો ભરપુર ઉપયોગ કરી શકતું નથી.

ચિંતા છે તે કામ વિના બહાર ઉકળતા નથી..ચિંતા છે છતાં ટંક છાંડી જાય છે તે મજબૂર છે..બીમાર છે તેને જે છે તેનાથી ચલાવી લેવું પડે છે..એટલે માનસિક દુઃખી છે..ખાનગી હોસ્પિટલો નું સત્ય સૌ જાણે છે. ક્યારેક ક્યારેક એકાંત ની પળો મા વિચાર કરીએ તોએક પ્રશ્ન વારે વારે થાય છે..દેશમાં સરકાર છે કે નહિ..? જો સરકાર છે તો કોના માટે..? સરકાર નું પ્રથમ પ્રયોરીટીનું કામ શું..? જે નેતૃત્વ હોનહાર હોય,દેશ વિદેશ માં ડંકો વાગતો હોય,”કાયદો કાયદા નું કામ કરશે” આવી વાતો કરતા હોય..તેને ખબર નથી દેશમાં શિક્ષણ,આરોગ્ય સેવા મફત આપવાની સરકાર ની જવાબદારી છે..તો આ વેપાર ની છૂટ કેમ..?

ધનવાનો..નેતાઓ.સેલિબ્રિટી ઓ તો વિદેશમાં સારવાર મેળવે છે..તેના દીકરા દીકરીઓ વિદેશમાં ભણે છે..સગવડ નથી તે ભારત મા આરોગ્ય અને શિક્ષણ માટે ભટકે છે. સગવડ ન હોવા છતાં ખાનગી શિક્ષણ ને આરોગ્ય ના હાટડા નો શિકાર બને છે..કારણ સરકારી વ્યવસ્થા પડી ને પાદર થઈ છે.. અા સત્ય સરકાર ને ક્યારે સમજાશે.દેશમાં કોરોના કહેર નું આ સત્ય છે,અને સત્ય હંમેશા કડવું હોય છે.

લાભુભાઈ કાત્રોડીયા
મો..9426534874

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Screenshot_20200720_160545.jpg

Right Click Disabled!