સાબરકાંઠાના સફાઇ કામદારોના બાળકોને ઇનામ પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા બાબત

Spread the love

માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રીત બાળકોમાં ૧ થી ૩ ક્રમે ઉત્તીર્ણ થયેલા બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ ધોરણ ૧૦ માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂપિયા ૪૧૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને ૨૧૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને ૧૧૦૦૦ તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ૩૧૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને ૨૧૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂપિયા ૧૧૦૦૦ રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ http://gskvn.apphost.in પરથી તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજથી ઓનલાઈન અરજી કરી શકાશે. અરજદારશ્રીએ જાહેરાતની તારીખથી દિન-૩૦ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. એમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

રીપોર્ટ: કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!