સાંસ્કૃતિક સદભાવનાના મુલ્યોના સંવર્ધન માટે કરેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ ટાગોર એવોર્ડ ફોર કલ્ચર હાર્મ માટે અરજી કરી શકાશે

Spread the love
  • સાંસ્કૃતિક સદભાવનાના મુલ્યોના સંવર્ધન માટે કરેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ ટાગોર એવોર્ડ ફોર કલ્ચર હાર્મ માટે અરજી કરી શકાશે.

પાટણ : ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરના સમાજમાં માનવીય પ્રદાનને લક્ષમાં લઇ પ્રતિવર્ષ ટાગોર એવોર્ડ ફોર કલ્ચર હાર્મ એનાયત કરવામાં આવે છે. આ વાર્ષિક એવોર્ડ સાંસ્કૃતિક સદભાવનાના મુલ્યોના સંવર્ધન માટે કરેલ ઉત્કૃષ્ટ યોગદાન માટે વ્યક્તિ વિશેષ, સંસ્થા અને મંડળને આપવામાં આવે છે. જે અંતર્ગત વિશ્વમાં સાંસ્કૃતિક સદભાવનાના મુલ્યો માટે કામ કરનારને પ્રોત્સાહિત કરવા માટે રૂ.0૧ કરોડ જેટલી રકમ એવોર્ડ તરીકે એનાયત કરવામાં આવે છે. સાંસ્કૃતિક સદભાવના માટે નિ:સ્વાર્થભાવથી સમાજમાં ઉત્તમ કાર્ય, સાતત્યપૂર્ણ વિકાસ અને નક્કર યોગદાન આપેલ હોય તેવા યુવક, યુવતીઓ, સંસ્થા, મંડળ અરજી કરી શકશે.

જેના અરજી ફોર્મ અને જરૂરી માહિતી rajbhavan.gujarat.gov.in, [email protected]., [email protected] પરથી મેળવી શકાશે. તેમજ અરજી કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંકૃતિક પ્રવૃતિઓ, બ્લોક નં-૧૧, ત્રીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે અત્રેની જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, પાટણની જાણ હેઠળ મોકલી આપવા વિનંતી છે. અરજી કરવા માટે વધુ વિગતો માટે શ્રી વિરેન્દ્ર પટેલ, જીલ્લા યુવા વિકાસ અધિકારી,પાટણને મો.૯૯૭૮૪૦૮૮૪૫ ઉપર સંપર્ક કરવાથી મળી રહેશે. અરજી મોડામાં મોડી તા.૧૭/૦૮/૨૦૨૦ સુધી બિનચૂક મોકલી આપવાની રહેશે. ત્યારબાદ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

જય આચાર્ય

Admin

Jay Acharya

9909969099
Right Click Disabled!